બુધવારે ચૂંટણી પંચના અધિકારીઓએ મહારાષ્ટ્રના પાલઘરમાં કોલગાંવ હેલીપેડ પર સીએમ એકનાથ શિંદેના સામાનની તપાસ કરી હતી. અધિકારીઓએ શિંદેની બેગ, બ્રીફકેસ અને અન્ય સામાનની તપાસ કરી. તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. આ પહેલાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેની પણ બેગ ચેક કરવામાં આવી હતી.
શિંદેએ અધિકારીને કહ્યું- કપડાં છે. આ પછી શિંદેએ કહ્યું- કપડા છે, યુરિન પોટ વગેરે નથી. શિંદેની આ ટિપ્પણીને ઉદ્ધવના નિવેદન પર ટોણો ગણવામાં આવી રહી છે. હકીકતમાં, 11 અને 12 નવેમ્બરના રોજ હેલિપેડ પર ઉદ્ધવ ઠાકરેના સામાનની પણ બે વાર તપાસ કરવામાં આવી હતી. ત્યારપછી ઉદ્ધવે તેનો વીડિયો શેર કર્યો હતો, જેમાં તે કહેતા જોવા મળ્યા હતા – મારી બેગ તપાસો. જો તમે ઇચ્છો, તો તમે મારા યુરિન પોટ પણ તપાસી શકો છો, પરંતુ હવે મને તમારા લોકોનો મોદીની બેગ તપાસવાનો વીડિયો જોઈએ છે. ત્યાં તમારી પૂંછડી પટપટાવશો નહીં.