અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલે હાલ ખળભળાટ મચાવી દીધો છે. ઓપરેશન મોત મામલે પાંચ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં આ કાંડને લઈને ચર્ચા ચાલી રહી છે. ત્યારે પાંચ આરોપીઓ પૈકી એક આરોપી ડોક્ટરના તાર સુધી લંબાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપી ડોક્ટર બે વર્ષથી વિઝિટિંગ ડોક્ટર તરિકે સેવા આપતો હોવાનું કહેવાયું છે.
સંજય પટોળીયાએ પોતાની વેબસાઈટમાં સનસાઈન ગ્લોબલ હોસ્પિટલને પોતાનું સેન્ટર બતાવ્યું હતું. પીપલોદમાં આવેલી સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં આરોપી ડો. સંજય પટોલિયા સેવા આપી રહ્યા હતા. વિઝિટિંગ ડોક્ટર તરીકે સેવા આપતા હતા. મહિને 15 દિવસે એકાદ વખત સુરતની હોસ્પીટલમાં આવતા હતા. ડોક્ટર સંજય પટોલીયા દ્વારા સુરતની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં વજન ઘટાડવાની બેરિયાટ્રીક સર્જરી કરતા હતા.
આ મામલે સનસાઈન ગ્લોબલ હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડોક્ટર બીરેન ચૌહાણે કહ્યું કે, ડોક્ટર સંજય પટોડીયા માત્ર અહીં વિઝિટિંગ ડોક્ટર હતા. તે આ હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે સંકળાયેલા નથી. મહિને ત્રણ દર્દીઓનું કન્સલ્ટિંગ કર્યા બાદ વજન ઘટાડવાની સર્જરી કરી હતી. ડોક્ટર સંજય પટોળિયા વિરુદ્ધ જે કેસ થયો છે. તેને અમે મોનિટર કરી રહ્યા છીએ. સરકાર દ્વારા દીશાનિર્દેશ અને સૂચન બાદ તેમના વિરુદ્ધ શું પગલાં લેવા તે નક્કી કરાશે.