પાકિસ્તાનમાં ગરીબીનો સામનો કરી રહેલા દેશમાં, એક ભિખારી પરિવારે તેમની દાદીના 40મા જન્મદિવસ માટે એક ભવ્ય સમારોહનું આયોજન કર્યું જેના માટે તેમણે 1.25 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. ગુજરાનવાલામાં આયોજિત આ સમારોહમાં 20 હજારથી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સમારોહમાં ઘણી બધી વિશેષ વાનગીઓ, નાસ્તા, અને પીણા પીરસવામાં આવ્યા હતા. આ ઘટનાએ લોકોમાં ચર્ચા શરૂ કરી છે કે, ભિખારી પરિવાર પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા અને શું તેમનું જીવન ખરેખર ભિખારીનું જીવન છે કે કંઈક અલગ જ છે?
પાકિસ્તાન અત્યારે દેવામાં પૂરી રીતે ડૂબી ગયો છે. આજે દેશ ભયંકર ગરીબીની સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે એક ટાઈમનું જમ્યા બાદ સાંજે શું જમવું તે અહીંની મોટાભાગની જનતાનો મોટો પ્રશ્ન છે. આવી પરિસ્થિતિ વચ્ચે આ ભિખારી પરિવારે તેમના દાદીની જન્મજયંતિ પર એવું ભવ્ય મિજબાનીનું આયોજન કર્યું હતું. જેમા 20 હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર આની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ પરિવાર એટલે કે એક ભિખારી પરિવાર પોતાના દાદીના જન્મજયંતિ પર લોકોને જમાડવા પાછળ અંદાજે 1.25 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ ઘટનાનો વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેના પર લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, આ મિજબાની પાકિસ્તાનના ગુજરાનવાલાના એક ભિખારી પરિવારે આપી હતી. તેમણે પોતાના દાદીના 40 માં જન્મદિવસ (તેમના મૃત્યુના 40 દિવસ પછી) પર પંજાબના ઘણા શહેરોમાંથી હજારો લોકોને આમંત્રિત કર્યા હતા. ભિખારી પરિવારનું સંગઠન જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ગુજરાનવાલાના કેન્ટ વિસ્તારમાં રહેવલી રેલવે સ્ટેશન પાસે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કેનોપી નીચે બેસીને હજારો લોકોને વાનગીઓ પીરસવામાં આવી હતી. આ સમારોહ પછી, લોકોમાં ભિખારી પરિવારના ખર્ચ અને જીવનશૈલીને લઈને ચર્ચાઓ શરૂ થઈ. લોકો પૂછી રહ્યા છે કે ભિખારી પરિવાર પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? કહેવામાં આવી રહ્યું છે કે આ પરિવાર પર પહેલાથી જ કરોડોનું દેવું છે.