વડાપ્રધાન નરેન્દ્ર મોદી G20 સમિટમાં ભાગ લેવા માટે હાલમાં બ્રાઝિલમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે પણ મુલાકાત કરી. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પછી આ તેમની પ્રથમ મુલાકાત હતી. વડાપ્રધાન મોદીએ બાઇડન સાથેની તેમની મુલાકાતની એક તસ્વીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. પીએમ મોદીએ X પર ફોટો પોસ્ટ કરીને લખ્યું, “રિયો ડી જાનેરોમાં G20 સમિટમાં રાષ્ટ્રપતિ જો બિડેન સાથે. તેમને મળીને હંમેશા આનંદ થાય છે.” ફોટોમાં વડાપ્રધાન મોદી અને બાઇડન બંને એકબીજાનો હાથ પકડીને ચર્ચા કરતા દેખાઈ રહ્યા છે.