પૂર્વ કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં આંચકો અનુભવાયો છે. ભૂકંપના આંચકાના પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપની રેક્ટર સ્કેલ પર 4.0 મેગ્નીટ્યૂડ જેટલું નોંધાઈ છે. રાત્રે લગભગ 8:18 વાગે આંચકો અનુભવાયો હતો. ભુકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 26 કીમી દૂર ભચાઉના કણખોઈ નજીક નોંધાયું છે.
15 નવેમ્બરે પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો. રાત્રે 10:15 કલાકે પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ પાટણથી 13 કિમી દૂર ઉત્તરમાં નોંધાયું. જે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ નોંધ્યું હતું. આ ભૂકંપના આંચકા સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગ અને માઉન્ટ આબુ સુધી અનુભવાયા હતા. લોકોના જણાવ્યા અનુસાર, 10 સેકેન્ડ સુધી ભૂકંપ અનુભવાયો હતો.