વડોદરા ભાજપના નેતા રમેશ પરમાર ઉર્ફે રાજાનાં પુત્ર તપનની હત્યા મામલો કારેલીબાગ પોલીસનાં 10 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજ પર બેદરકારીને પગલે શહેર પોલીસ કમિશ્નર દ્વારા એક્શન લેવામાં આવ્યું છે. આરોપી બાબરને SSG હૉસ્પિટલ લઇને આવ્યા બાદ ફરજ પર બેદરકારી રાખવામાં આવી હતી. વડોદરા પોલીસ કમિશનરે કારેલીબાગના પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરતા પી.આઇ. અને પીએસઆઈ સહિત 10ને સસ્પેન્ડ કર્યા છે.
વડોદરામાંથી નજીવી બાબતમાં યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બે યુવાનને તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. આ ઘટનામાં કુખ્યાત બાબરને પણ ઈજા પહોંચી હતી ત્યારે તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના સાંભળીને પૂર્વ કોર્પોરેટરનો પુત્ર પણ હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યાં પૂર્વ કોર્પોરેટરના પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત સ્થિતિમાં યુવાનને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, પરંતુ સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજ્યું હતું. આ યુવાનની ઓળખ તપન પરમાર તરીકે થઈ છે, જે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર પુત્ર હતો. તપન પરમારના બે મહિના પછી લગ્ન થવાના હતા.