Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

7 લાખ કરોડનું ડ્રગ્સ જપ્ત; 400થી વધુ લોકોની ધરપકડ

કોલંબિયન નાર્કોટિક્સ બ્યુરોની આગેવાનીમાં વિશ્વમાં સૌથી મોટું એન્ટી ડ્રગ્સ ઓપરેશન : છ સેમી સબમર્સિબલ વેસલ્સમાં ભરીને દક્ષિણ અમેરિકાથી ઓસ્ટ્રેલિયા લઇ જવાતું હતું.

dharmendravaghela by dharmendravaghela
2024-12-03 11:52:32
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વિશ્વના ડ્રગ્સ ઝડપવાના સૌથી મોટા ઓપરેશનમાં કોલંબિયાની આગેવાનીમાં કરાયેલા ઓપરેશનમાં 1400 ટન ડ્રગ્સ ઝડપી લેવાયું છે. આ ડ્રગ્સની બજાર કિંમત 85 અબજ ડોલર (લગભગ 7.14 લાખ કરોડ) છે. છ અઠવાડિયા સુધી ચાલેલા ઓપરેશનના અંતે કોલંબિયન નાર્કોટિક્સ બ્યુરોની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય સત્તાવાળાઓએ 128 ટન મારીજુઆના અને 225 ટન કોકેઇન સહિત 1400 ટન ડ્રગ્સ ઝડપ્યું છે.
ડ્રગ્સના જથ્થા સાથે 400 કરતાં વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોલંબિયન સત્તાવાળાઓએ કોકેઇન અને મારીજુઆના સિવાય બીજા ક્યા ડ્રગ્સ ઝડપાયાં તેની વિગતો બહાર પાડી નથી પણ કોકેઇન કરતાં પણ મોંઘા ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હોવાનું તેમણે સ્વીકાર્યું છે. આ ડ્રગ્સ છ સેમી સબમર્સિબલ વેસલ્સમાં ભરીને દક્ષિણ અમેરિકાથી ઓસ્ટ્રેલિયા લઇ જવાતું હતું. કોલંબિયાના પેસિફિક દરિયાકાંઠે આવેલા બંદર શહેર તુમાકોથી આ બોટ ઓસ્ટ્રેલિયા જવા રવાના થઇ ત્યારથી તેના પર સત્તાવાળાઓની નજર હતી. 1 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી ચાલેલા ઓપરેશન દરમિયાન પકડાયેલા ડ્રગ્સની કિંમત ગણવામાં જ 15 દિવસનો સમય લાગી ગયો છે.
‘ઓપરેશન ઓરિયન’ નામના છ સપ્તાહના ઓપરેશન માટે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, સ્પેન, નેધરલેન્ડ સહિતના દેશોએ હાથ મિલાવ્યા હતા. આ દેશોનાં હેલિકોપ્ટર્સ, ફાઇટર પ્લેન અને ફ્રીગેટ્સને કામે લગાડાઇ હતી. ડ્રગ્સની વૈશ્વિક બજારમાં અલગ અલગ કિંમતો છે તેથી પકડાયેલા ડ્રગ્સની કિંમત વિશે અલગ અલગ અહેવાલો છે પણ કોલંબિયન સત્તાવાળાઓએ ડ્રગ્સની કિંમત 85 અબજ ડોલર હોવાની વાતને સમર્થન આપ્યું છે. ખુદ કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ કહ્યું કે કોલંબિયા દ્વારા ઇતિહાસમાં કોકેઇનનો આ સૌથી મોટો જથ્થો ઝડપાયો છે. ઓસ્ટ્રેલિયામાં એક કિલોગ્રામ કોકેઇન 2.40 લાખ ડોલર (લગભગ રૂપિયા 20 કરોડ) સુધઈના ભાવે વેચાય છે. અમેરિકામાં કોકેઇનની કિંમત કરતાં ઓસ્ટ્રેલિયામાં કોકેઇનની કિંમત ત્રણથી છ ગણી વધારે છે.
છ અઠવાડિયા સુધી ચાલેલા ઓપરેશન ઓરિયનમાં ડ્રગ્સ લઇને 6 કોલંબિયન સબ મર્સિબલ વેસલ ઓસ્ટ્રેલિયા જવા રવાના થયાં ત્યારથી તેમના પર નજર રખાઇ હતી. ડ્રગ્સ માફિયા ચાલાકી વાપરીને ડ્રગ્સની હેરાફેરી માટે વપરાતા પરંપરાગત રૂટથી અલગ રૂટ પર ડ્રગ્સ લઇ જઇ રહ્યા હતા પણ નેવી અને એરફોર્સના વિમાનોની મદદથી તેમના પર સતત નજર રાખીને છેવટે મધદરિયે તેમને ઝડપી લેવાયાં હતાં.

Tags: Colombian navy intercepts narco-subs taking new route to Australia
Previous Post

મહારાષ્ટ્રમાં CM તો ભાજપમાંથી જ કોઈ બનશે- રૂપાણી : મંત્રીઓ પર નિર્ણયની આજે શક્યતા

Next Post

ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે નિલમબાગ પોલીસ મથકની મુલાકાત લીધી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે નિલમબાગ પોલીસ મથકની મુલાકાત લીધી

ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે નિલમબાગ પોલીસ મથકની મુલાકાત લીધી

લોહાણા મહાપરિષદના ઝોન-૪ ભાવનગર અમરેલી અને બોટાદને શ્રેષ્ઠ રઘુવંશી ઝોન એવોર્ડ

લોહાણા મહાપરિષદના ઝોન-૪ ભાવનગર અમરેલી અને બોટાદને શ્રેષ્ઠ રઘુવંશી ઝોન એવોર્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.