ગિનીના બીજા નંબરના સૌથી મોટા શહેર એનજેરેકોરમાં રવિવારે એક ફુટબોલ મેચ દરમિયાન પ્રશંસકોની ભીડ વચ્ચે થયેલી અફડાતફડીમાં ડઝનબંધ લોકો માર્યા ગયા હતા જયારે બીનસતાવાર રીતે 100થી વધુ લોકો માર્યા ગયા હતા. આ ઘટનાનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે જેમાં જમીન પર મૃતદેહો જોવા મળે છે. એક ડોકટરે નામ ન છાપવા દેવાની શરતે મીડીયાને જણાવ્યું હતું કે હોસ્પિટલમાં પીએમ રૂમમાં મૃતદેહોની લાઈન જોવા મળી રહી છે. લગભગ 100 જેટલા લોકો માર્યા ગયા છે.
વિડીયોમાં મેચની બહાર અફડાતફડીનો માહોલ સર્જાયેલો દેખાય છે અને જમીન પર અનેક મૃતદેહો પડેલા જણાય છે. લગભગ 100 લોકો માર્યા ગયા છે. નજરે જોનારાઓના જણાવ્યા મુજબ આક્રોશિત દેખાવકારોએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી આગ લગાડી હતી. એક નજરે જોનાર સાક્ષીએ જણાવ્યું હતું કે આ હિંસા રેફરી દ્વારા વિવાદાસ્પદ નિર્ણય બાદ શરૂ થઈ હતી. ત્યારબાદ ફેન્સે પીચ પર હુમલો શરૂ કરી દીધો હતો. આ મેચ ગિનીના જુદા નેતા મમાદી ડોંબોયાના સન્માનમાં આયોજીત એક ટુર્નામેન્ટનો ભાગ હતો. ડોંબોયાએ 2021માં તખ્તાપલટમાં સત્તા પર કબજો કર્યો હતો અને ખુદને રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરી દીધો હતો.