વાયુ-પ્રદૂષણની ખરાબ સ્થિતિ હોવા છતાં દિલ્હી વર્ષ 2024નાં ટોપ-100 આકર્ષક શહેરમાં સ્થાન પામ્યું છે. દિલ્હી 74મા ક્રમે છે. વિશ્વના સૌથી આકર્ષક શહેરોની યાદીમાં પહેલા ક્રમે સતત ચોથીવાર ફ્રાન્સનું પેરિસ આવ્યું છે. એ પછી સ્પેનનું મેડ્રિડ અને જાપાનનું ટોક્યો આવે છે. પેરિસમાં 1.70 કરોડ પ્રવાસી આવ્યા હતા. એટલે એને પહેલો નંબર મળ્યો હોવાનું રીપોર્ટમાં લખ્યું છે.
લંડનની ડેટા એનેલિટિક્સ કંપની યુરોમોનિટર ઇન્ટરનેશનલે આ સર્વે કર્યો હતો. ઇકોનોમિક્સ અને બિઝનેસ પર્ફોમન્સ, ટુરિઝમ પફોર્મન્સ, ટૂરિઝમ ઇન્ફાસ્ટ્રક્ચર પફોર્મન્સ, ટૂરિઝમ પોલિસી અને એટ્રેક્ટિવનેસ, હેલ્થ અને સિક્યોરીટી તથા સ્ટેબિલિટી એમ મુખ્ય છ બાબતોનો આધારે 100 શહેરની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદીમાં યુરોપનાં ન હોય એવા શહેરોની સંખ્યા વધી છે. રિપોર્ટ પ્રમાણે સૌથી વધુ શહેરોના ક્રમમાં યુરોપ પહેલો દેશ છે.
શરૂઆતના 20 રેન્કિંગમાં 9 શહેર યુરોપનાં છે. એ પછી છ શહેર એશિયા-પેસિફિકના છે. નોર્થ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના બે-બે શહેર છે, જ્યારે મધ્ય પૂર્વ અને આફ્રિકાનું 1-1 શહેર છે. ટોપ-100નાં ટોપ-10માં ટોક્યો પછી રોમ, મિલાન, ન્યુયોર્ક, એમ્સ્ટરડેમ, સિડની, સિંગાપુર અને બાર્સેલોના છે.