આવતાં વર્ષે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમએ દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનને ટિકિટ આપી છે. હુસૈન મુસ્તફાબાદ બેઠક પરથી ચૂંટણી લડશે. હુસૈનનો પરિવાર મંગળવારે ઓવૈસીને મળ્યો હતો. હુસૈન અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં હતાં. ઓવૈસીએ એક્સ પર તાહિર હુસૈન વિશે જાહેરાત કરી હતી. તેણે લખ્યું, એમસીડી કાઉન્સિલર તાહિર હુસૈન એઆઇએમઆઇએમમાં જોડાઈ ગયાં છે. તે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુસ્તફાબાદ વિધાનસભા મતવિસ્તારમાંથી અમારાં ઉમેદવાર હશે.
દિલ્હીની અદાલતે 2020ના દિલ્હી રમખાણો સંબંધિત એક કેસમાં આ વર્ષે મે મહિનામાં પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને જામીન આપ્યાં હતાં. કોર્ટે કહ્યું કે હૂસૈન દિલ્હીમાં ન્દુઓની હત્યાનાં માસ્ટર માઇન્ડ હતાં અને તે ત્રણ વર્ષથી વધુ કસ્ટડીમાં વિતાવી ચૂક્યાં છે. જો કે, તાહિર હુસૈન જેલનાં સળિયા પાછળ રહેશે કારણ કે તે કોમી રમખાણોના મોટા ષડયંત્ર અને ધિરાણ સંબંધિત મની લોન્ડરિંગના કેસ સહિત અન્ય રમખાણોના કેસોમાં પણ આરોપી છે.
25 ફેબ્રુઆરી 2020 ના રોજ, તોફાની ટોળાએ દિલ્હીમાં એક દુકાનમાં તોડફોડ કરી અને તેને આગ લગાવી દીધી હતી. આ મામલામાં તાહિર વિરુદ્ધ ખજુરી ખાસ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. કોર્ટે તેને 25000ના જામીન પર છોડયાં હતાં.