દુનિયાભરમાં મેટાનું સર્વર અચાનક ડાઉન થઈ જવાથી મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક યુઝર્સ મોટા પાયે આઉટેજનો સામનો કરી રહ્યા છે. યુઝર્સને વ્હોટ્સ એપ પર મેસેજ મોકલવા કે પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી રહી છે. આ રીતે ઈન્સ્ટા અને ફેસબુક પર ફીડ અપલોડ થવામાં પણ મુશ્કેલી આવી. જો કે મોડી રાતે સર્વરની કામગીરી સામાન્ય થતા તમામ સોશિયલ મીડિયા પુનઃકાર્યરત થયા હતા.
ભારતમાં બુધવારે રાતે 11 વાગ્યા આસપાસ યુઝર્સે મેટા પ્લેટફોર્મના આઉટેજને લઈને ફરિયાદો કરવાનું શરૂ કરી દીધું હતું. યુઝર્સને વ્હોટ્સ એપ પર મેસેજ મોકલવા કે મેળવવામાં મુશ્કેલી આવી રહી હતી. ઉલ્લેખનીય છે કે વ્હોટ્સ એપ ઉપરાંત, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને થ્રેડની માલિકી પણ મેટા પાસે છે. આ ચારેય લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના યુઝર્સને મુશ્કેલી પડી હતી.
મેટાએ હજુ સુધી આ આઉટેજનું કારણ અને સર્વિસ કેટલા સમય સુધી ઉપલબ્ધ નહીં રહે એ વિશે કોઈ અધિકૃત નિવેદન જારી કર્યુ નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મેટા પ્લેટફોર્મ્સના આઉટલેજને લઈને મીમ્સનું પૂર આવ્યું છે. તેમાં મેટા ડાઉન અને માર્ક ઝુકરબર્ગ પણ X પર ટ્રેન્ડ પર રહ્યા હતા. યુઝર્સે મીમ્સ, વીડિયો અને ઓપિનિયન દ્વારા મેટા અને ઝુકરબર્ગને ટ્રોલ કરી રહ્યા હતા.