ઝારખંડના બોકારોમાં બોકારો-રામગઢ નેશનલ હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. હોસ્પિટલમાં દાખલ એક વ્યક્તિની હાલત ગંભીર છે. બોકારોના સામુદાયિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સ્વીટી ભગતે જણાવ્યું હતું કે પાંચ લોકોને હોસ્પિટલમાં મૃત લાવવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ઘાયલ થયા હતા.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત કસમાર પોલીસ સ્ટેશન વિસ્તારના ડાંટૂ ગામ પાસે થયો હતો. નેશનલ હાઈવે પર ટ્રેલર, ટ્રેક્ટર અને બોલેરો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં બોલેરો સવાર અને ટ્રેક્ટર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.