દેશના પૂર્વ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને રૂટીન ચેકઅપ માટે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા બે અઠવાડિયાથી તેમની તબિયત નાદુરસ્ત હતી. અડવાણી ને આ વર્ષે જુલાઈ મહિનામાં પણ અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયતમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી હતી. તેના એક મહિના પહેલા 26 જૂને રાત્રે 10:30 વાગ્યે તેમને દિલ્હી એમ્સના યુરોલોજી વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. બીજા દિવસે તેને રજા આપવામાં આવી.
આ અગાઉ પણ અડવાણીને તબિયત સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જુલાઈ મહિનામાં પણ તેમને તબિયત બગડતા એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી હતી. પરંતુ તબિયત ફરી નબળી થતા, તેમની યોગ્ય સારવાર અને ચેંકઅપ માટે ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.