મેડીકલ માફીયાઓની પોલ એક પછી એક સામે આવી રહી છે. ક્રાઇમ બ્રાંચની ટીમે પાત્રતા વગરના લોકોને PM-JAY કાર્ડ બનાવી આપનાર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકીએ એકાદ બે નહી પરંતુ ત્રણ હજારથી વધુ લોકોને PM-JAY કાર્ડ બનાવી આપીને કૌભાંડ આચર્યુ છે. અમદાવાદ, ભાવનગર અને સુરતના 6 લોકોએ સરકારને મોટાપાયે ચૂનો લગાવીને કૌભાંડ આચર્યુ હતું. PM-JAY કાર્ડ બનાવવા માટેના કેટલાક નિયમો તેમજ ધારાધોરણ સરકાર દ્રારા નક્કી કરવામાં આવ્યા છે પરંતુ કેટલાક લોકો પોતાની આવક છુપાવીને PM-JAY કાર્ડ કાઢાવી લેતા હોય છે. આ કૌભાડમાં કેટલાક સરકારી બાબુઓની પણ સંડોવણી સામે આવે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.
ખ્યાતિકાંડ મુદ્દે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અનેક ઘટસ્ફોટ કરી રહી છે ત્યારે PM-JAY કાર્ડ બનાવવામાં જે લોકો પાત્રતા ધરાવતા ના હોય તેમને પણ આ યોજનાના કાર્ડ બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સરકારને મોટાપાયે ચૂનો લગાવવાના કૌભાંડનો ઘટસ્ફોટ ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે અને 6 લોકોની ધરપકડ કરી છે. નકલી પુરાવાના આધારે અસલી PM-JAY કાર્ડ બનાવી આપતા હતા. ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, અમદાવાદ, ભાવનગર અને સુરતમાં કેટલાક લોકો બોગસ આવકનું પ્રમાણપત્ર ઉભુ કરીને PM-JAY કાર્ડ બનાવી રહ્યા છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે છટકુ ગોઠવીને 6 લોકોની અટકાયત કરી હતી અને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યુ હતું કે, આ ગેંગ દ્રારા ત્રણ હજાર લોકોને PM-JAY કાર્ડ બનાવી આપ્યા હતા અને લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યુ હતું.
મળતી માહિતી પ્રમાણે, ભારત સરકારના રૂપિયાને બગાડવાની કરતૂત સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે, માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં આ કૌભાંડ ચાલતું હોય તેવી આશંકા છે. ક્રાઇમ બ્રાંચ આમાં સંડોવાયેલા 6 લોકોની હાલ ધરપકડ કરીને પૂછપરછ કરી રહી છે. આ યોજના હેઠળના અધિકારીઓ પણ શંકાના દાયરામાં છે તેમની પર પણ તવાઈ આવી શકે છે. કારણ કે, તેમની સંડોવણી વગર આ કાર્ડ બની જ ન શકે. આ ઝડપાયેલા છ લોકો ગુજરાતની સાથે અન્ય રાજ્યમાં પણ PMJAY યોજનાના કાર્ડ બનાવી આપતા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. જોકે, પૂછપરછમાં સામે આવશે કે તેઓ આ કાર્ડ કોની કોની સંડોવણીથી બનાવતા હતા.
આ ગેંગ દ્રારા ત્રણ હજાર કાર્ડ બનાવાયા છે જ્યારે ખ્યાતિ હોસ્પિટલ 100 જેટલા PM-JAY કાર્ડ બનાવી દીધા છે. હાલ ક્રાઇમ બ્રાંચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કાંડમાં કોઇ પણ સંડોવાયેલો હશે તેને છોડવામાં આવશે નહી. ક્રાઇમ બ્રાંચે સરકારને ચુનો લગાવવાનું સૌથી મોટુ કૌભાડ ઝડપી પાડ્યુ છે.