Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બોગસ આયુષ્યમાન કાર્ડ : ભેજાબાજો પાસે છથી સાત માસ્ટર આઇડી હતા

કૌભાંડ દેશવ્યાપી, યુપી, બિહાર અને ગુજરાત સહિત અન્ય રાજ્યના લોકો પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-12-18 11:33:43
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

દેશમાં મોટાભાગના લોકો PMJAY કાર્ડ મેળવવા માટે પ્રયાસ કરતા હોય છે તેમજ અન્ય કાર્ડ મેળવવા માટે એજન્ટોનો સંપર્ક કરતા હોય છે, ત્યારે આ એજન્ટોને મદદ કરનાર લોકો આઉટસોર્સિંગ વેબસાઈટના કેટલાક મળતિયાઓની મદદથી ડેટા એડિટ કરીને રૂપિયા 800થી 2000 લઇને તેઓ કાર્ડ બનાવી દેતા હતા. આ કૌભાંડમાં એક એવા લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા જેમની પાસે સમય નથી. બીજા એવા લોકો હતા જેમની પાસે કોઇ ડોક્યુમેન્ટ નથી અથવા તેઓ આયુષ્યમાન કાર્ડના ક્રાઈટેરિયામાં આવતા નથી તેમ છતાં ભેજાબાજો આ લોકોને માસ્ટર આઇડીથી બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવી આપતા હતા.આ આખું કૌભાંડ દેશવ્યાપી છે અને તેમાં યુપી, બિહાર અને ગુજરાત સહિત અન્ય રાજ્યના લોકો પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
દેશના નાગરિકોને સરકારી યોજનાનો સરળતાથી લાભ મળી રહે તે માટે વિવિધ યોજનાના કાર્ડ બનાવી આપવામાં આવે છે, ખ્યાતિકાંડ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બોગસ આયુષમાન કાર્ડ બનાવી સરકારને ચૂનો ચોપડવાના કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે. જેમાં ભેજાબાજો સરકારી વેબસાઈટ પર છેડછાડ કરી માત્ર 15 મિનિટમાં જ લોકોના બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવતા હતા. સૌ પ્રથમ PMJAY કાર્ડના ક્રાઈટેરિયામાં આવતા લોકોનો ડેટા આઉટસોર્સિંગ વેબસાઈટમાં અપડેટ કરાતો હતો. જે કોઇ વ્યક્તિને આયુષ્યમાન કાર્ડ બનાવવાનું હોય તેના માટે ભેજાબાજો પાસે છથી સાત માસ્ટર આઇડી હતા.
માસ્ટર આઇડીની મદદથી તેઓ વેબસાઈટના સોર્સ કોડમાં એડિટિંગ કરી એક્સેસ મેળવતા હતા. કોઈપણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા વગર પહેલાંથી જે લોકોના કાર્ડ હતા તેમની ફેમિલી ડિટેઇલમાં નવું નામ એડ કરતા.જે લોકો એલિજેબલ હતા તેમને જાણ ન થાય તે રીતે વેબસાઈટની અંદર બધુ અપડેટ થતું અને ત્યાર બાદ ફેમિલી આઇડી મેળવતા હતા ફેમિલી આઇડી સાથે આધાર કાર્ડની ડિટેઈલ મેચ થતાં જ NFS પોર્ટલ પરથી માત્ર 15 મિનિટમાં આયુષ્યમાન કાર્ડ મળી જતું.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કૌભાંડમાં છ લોકોની ધરપકડ કરી છે. જે લોકો સામન્ય લોકોના ડેટામાં એડિટ કરીને બીજાના નામ ઘૂસાડી દેતા હતા અને તેમના આયુષ્માન કાર્ડ અને સરકારી યોજનાના કાર્ડ બનાવી આપતા હતા. સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી હતી ત્યારે એક પીછી એક નવા પત્તા ખુલતા ગયા અને આરોપીઓ મહિને 40થી 50 હજાર રૂપિયા જેટલું કમાતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અંદાજે 11 જેટલા લોકો આ રેકેટમાં સામેલ હતા. હજી આ પ્રકરણના વધુ આરોપીઓને પકડવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પ્રયાસ કરી રહી છે, ત્યારે આ કેસમાં માસ્ટર આઇડી આપનારને શોધવા માટે પણ પોલીસ પ્રયાસ કરી રહી છે. જે આ સમગ્ર રેકેટનો જાણકાર હતા.

Tags: arrestfake aayushyaman cardgujarat
Previous Post

પુતિનના ખાસ ગણાતા ન્યૂક્લિયર ચીફની બ્લાસ્ટમાં હત્યા

Next Post

હાલોલ : બે કૉમ્પ્યુટર સેન્ટરોમાં નકલી બર્થ પ્રમાણપત્ર કાઢી આપવાના કૌભાંડનો પર્દાફાશ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
હાલોલ : બે કૉમ્પ્યુટર સેન્ટરોમાં નકલી બર્થ પ્રમાણપત્ર કાઢી આપવાના કૌભાંડનો પર્દાફાશ

હાલોલ : બે કૉમ્પ્યુટર સેન્ટરોમાં નકલી બર્થ પ્રમાણપત્ર કાઢી આપવાના કૌભાંડનો પર્દાફાશ

જર્મનીમાં ચાન્સેલર સ્કોલ્ઝની સરકાર પડી

જર્મનીમાં ચાન્સેલર સ્કોલ્ઝની સરકાર પડી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.