16 ડિસેમ્બર, 2024ના ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મે દિલ્હીના નિર્ભયાકાંડની યાદ અપાવી હતી. આ બાળકીનું આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં 180 કલાક બાદ મોત થયું છે. પીડિતાને 23 ડિસેમ્બરના રોજ બે કાર્ડિયાક અરેસ્ટ આવ્યા હતા. બાળકી સાથે ખૂબ બર્બરતા પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં ICUમાં હતી દાખલ હતી. ગુજરાતની નિર્ભયાને બપોરે 2 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ત્યારબાદ સાંજે 5.15 વાગ્યે ફરીથી કાર્ડિયાક અરેસ્ટ આવ્યો. પરિણામે બાળકીએ 6.15 વાગે દમ તોડી દીધો. આમ ગુજરાતની નિર્ભયા 8 દિવસ, 180 કલાક, 10,800 મિનિટ અને 6 લાખ 48 હજાર સેકન્ડ સુધી સતત મરતી રહી હતી.
બાળરોગ વિભાગ અંદર બાળકીના માતા-પિતા હોવાથી વિપક્ષ અને સહિત સામાજિક આગેવાનો મળવા એકત્રિત થતા અને લોકોના ટોળા ભેગા થતા એસીપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતાં અને સાથે બાળરોગ વિભાગ આગળ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.