ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શનિવારે દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે કરવામાં આવશે. ગૃહ મંત્રાલય દ્વારા અંતિમ સંસ્કારનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ , ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઘણા મંત્રીઓ અંતિમ સંસ્કારમાં ભાગ લેવા નિગમબોધ ઘાટ પહોંચશે .
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે માહિતી આપી હતી કે દિલ્હીમાં AICC (ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી)ના મુખ્યાલયથી નિગમબોધ ઘાટ માટે રવાના થશે. પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના નિધન પર રાષ્ટ્રીય શોકના કારણે શનિવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર ગાર્ડ પરિવર્તન સમારોહ યોજાશે નહીં. આ લશ્કરી પરંપરા છે. આમાં રાષ્ટ્રપતિના અંગરક્ષકોનું એક જૂથ બીજા જૂથ પાસેથી ચાર્જ લે છે. દર અઠવાડિયે તેનું આયોજન કરવામાં આવે છે. પૂર્વ વડાપ્રધાનના માનમાં દેશભરમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.