CID ક્રાઈમે એક મહિનાથી ફરાર BZ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડ્યો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને શરણ આપનાર કિરણસિંહ ચૌહાણની દવાડા નજીક ફાર્મ હાઉસ પરથી ધરપકડ કરવામાં આવી છે. કિરણસિંહ પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી કિર્તીસિંહ ઝાલાનો ભાણેજ હોવાનું જાણવા મળ્યું છે. આ સંબંધોને કારણે રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.કિરણસિંહ પ્રદેશ ભવાની સેના ગુજરાતનો અધ્યક્ષ છે. હવે આ પોન્ઝી સ્કીમ મામલે કૌભાંડમાં તે સામેલ છે કે નહીં તે દિશામાં વધુ પૂછપરછ કરાશે. હાલમાં કિરણસિંહની અટકાયત કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે કિરણસિંહ ચૌહાણ પોતાના મામાને આદર્શ માને છે. હાલ સીઆઈડી પોન્ઝી સ્કીમમાં કિરણસિંહની સંડોવણીની આશંકાને આધારે ઊંડી તપાસ કરી રહી છે.
ભૂપેન્દ્ર ઝાલા પર આરોપ હતો કે તેણે મોટી ચીટિંગ અને નાણાંકીય કૌભાંડ કર્યું છે. પ્રાથમિક તપાસમાં આના અંતર્ગત પત્તા પડતાં આની સંલગ્નતા 95 કરોડ રૂપિયાની રકમની છે, જે લોકો પર બાકી છે. CID ક્રાઈમ હવે ભોગ બનનાર લોકોને તેમના નાણા પાછા આપવા માટે કામ કરશે. આ સંજોગોમાં, BZ ફાઇનાન્સ સર્વિસના ચીટિંગ બાબતે તેમની ફરિયાદ કરી છે, અને તે સંલગ્ન રહી શકે છે. લોકો સાથે કરોડોનું ફુલેકી ફેરવીને ફરાર થચો હતો. CIDની તપાસમાં સામે આવ્યું છે કે ભૂપેન્દ્રસિંહની 4 કંપનીઓમાં લોકોએ 360 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેણે રાષ્ટ્રીયકૃત બેંકો કરતા વધુ વળતર આપવાનું લોભામણું લાલચ આપી લોકોને છેતર્યા હતા. ભૂપેન્દ્ર ઝાલા પર કાર્યવાહી ચાલુ છે અને તેની ધરપકડ સાથે, તેના ભાઈને પણ પૂછપરછ માટે લાવવામાં આવ્યો છે. આરોપીને આશરો આપનારા ફાર્મ હાઉસની પણ તપાસ થશે. CID હવે ફાર્મ હાઉસ પર પણ તપાસ કરી રહી છે, જ્યાં ઝાલાને આશરો મળ્યો હતો. આ કૌભાંડ 2020 થી ચાલુ હતું અને યોગ્ય પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.