ADRએ દેશના 28 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓના સોગંદનામાંનું વિશ્લેષણ કર્યું છે. જે તે મુખ્યમંત્રીએ છેલ્લી ચૂંટણી વખતે જે સોગંદનામું કર્યું છે તે વિશ્લેષણમાં લીધું છે. આ સોગંદનામા પરથી મુખ્યમંત્રીઓની સંપત્તિ અને તેમના પાર ચાલતા ક્રિમિનલ કેસની વિગતો રજૂ કરવામાં આવી છે.
કુલ 31 મુખ્યમંત્રીમાંથી 13 (42%) મુખ્યમંત્રીઓની સામે ગુનાના કેસિસ છે તેવું તેમણે જણાવ્યુ છે. તેમાંથી રાજસ્થાન, ઓરિસા અને દિલ્હી ને બાદ કરતાં બાકી તમામ, એટ્લે 10 (32%)ગંભીર ગુનાઓ ધરાવે છે. જેમાં હત્યા કરવાનો પ્રયાસ, કીડનેપીંગ, લાંચ રૂશ્વતના ગુનાઓ અને ગુનાઇત ઈરાદાથી ધમકી આપવી જેવા ગુનાઓ શામેલ છે. સૌથી વધુ કેસ 89 કેસ તેલંગાણાના મુખ્યમંત્રીના સામે દાખલ થયેલા છે. સૌથી વધુ ક્રિમિનલ કેસ ધરાવતા 3 મુખ્યમંત્રીઓ તેલંગાણા સીએમ રેવંત રેડ્ડી – 89 કેસ, તામિલનાડુ સીએમ એક કે સ્ટાલિન – 47 કેસ, આંધ્ર સીએમ ચંદ્રાબાબુ નાયડું – 19 કેસ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સામે એક પણ ક્રિમિનલ કેસ નથી.
વિશ્લેષણ કરેલ 31 માંથી 2 મુખ્યમંત્રી આંધ્રપ્રદેશ અને અરુણાચલ પ્રદેશની મિલકત 100 કરોડ કરતાં વધુ છે. તમામ મુખ્યમંત્રીઓની મિલકત મલીન ને કુલ 1630 કરોડ છે.
સૌથી વધુ મિલકત ધરાવતા ત્રણ મુખ્યમંત્રીઓ આંધ્ર સીએમ ચંદ્રબાબુ નાયડુ – 931 કરોડ, અરુણાચલ સીએમ પેમા ખાંડુ – 332 કરોડ, કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા – 51 કરોડ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે કુલ 8 કરોડથી વધુની સંપત્તિ છે.






