Tuesday, December 23, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ED દ્વારા સતત 15 કલાક લાંબી પૂછપરછ અમાનવીય : સુપ્રીમ કોર્ટ

મની લોન્ડરિંગ સંબંધિત મુદ્દાઓની તપાસ કરતી એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ફટકાર લગાવી

dharmendravaghela by dharmendravaghela
2025-01-03 12:28:46
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટે દેશમાં મની લોન્ડરિંગ સંબંધિત મુદ્દાઓની તપાસ કરતી એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે ઈડીની પૂછપરછની પદ્ધતિઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. જ્યારે અડધી રાત પછી પણ લગભગ 15 કલાક સુધી એક વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી ત્યારે સુપ્રીમ કોર્ટે તેને અહંકારી અને અમાનવીય વર્તન ગણાવ્યું છે. જસ્ટિસ અભય એસ. ઓકા અને ઑગસ્ટિન જ્યોર્જ મસિહની બેન્ચે જણાવ્યું હતું કે, ‘તે સ્પષ્ટ છે કે એજન્સી વાસ્તવમાં વ્યક્તિને નિવેદન આપવા માટે દબાણ કરી રહી હતી અને આ ખૂબ જ આઘાતજનક સ્થિતિ છે.’
સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ખનન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર પંવારની ધરપકડ રદ કરવાના ઈડીના નિર્ણયને અખંડ રાખ્યું હતું. લગભગ 15 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ ઈડીએ જુલાઈમાં રાત્રે 1:40 વાગ્યે પંવારની ધરપકડ કરી હતી. જો કે, સપ્ટેમ્બરમાં પંજાબ અને હરિયાણા કોર્ટે તેની ધરપકડ રદ કરી હતી. આ પછી એજન્સીએ આ આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અહેવાલો અનુસાર, ઈડી વતી સ્પષ્ટતા આપતા વકીલ ઝોહેબ હુસૈને જણાવ્યું હતું કે, ‘હાઈકોર્ટે પોતાના આદેશમાં ખોટી રીતે નોંધ્યું છે કે પંવારની સતત 14 કલાક અને 40 મિનિટ સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેને ડિનર બ્રેક આપવામાં આવ્યો હતો. એજન્સીનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરીને પ્રક્રિયામાં સુધારો કરવાનો છે કે વહેલી સવારે લોકોની પૂછપરછ ન થાય.’ ઈડીની દલીલને ફગાવી દેતાં બેન્ચે પૂછ્યું કે, ‘એજન્સી કોઈ વ્યક્તિને આટલા લાંબા સમય સુધી વિરામ વિના પૂછપરછ કરીને કેવી રીતે ત્રાસ આપી શકે.’

Tags: indiasupreme court slams ed
Previous Post

સંભલ મસ્જિદની અંદરથી હિંદુ ધર્મ સાથે સંબંધિત 50 થી વધુ ફૂલોની કળાકૃતિઓ મળી

Next Post

અમદાવાદમાં આજથી ફ્લાવર શો

dharmendravaghela

dharmendravaghela

Related News

ચૂંટણી પંચ આજે કેરળ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની ડ્રાફ્ટ મતદાર યાદીઓ જાહેર કરશે
તાજા સમાચાર

ચૂંટણી પંચ આજે કેરળ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની ડ્રાફ્ટ મતદાર યાદીઓ જાહેર કરશે

December 23, 2025
નેધરલેન્ડમાં ક્રિસમસ પરેડ દરમિયાન ભીડમાં કાર ઘુસી જતા નવ લોકોને ઇજા
આંતરરાષ્ટ્રીય

નેધરલેન્ડમાં ક્રિસમસ પરેડ દરમિયાન ભીડમાં કાર ઘુસી જતા નવ લોકોને ઇજા

December 23, 2025
હિન્દુઓને વસિયતનામા માટે હવે પ્રોબેટની પ્રક્રિયા અનુસરવી નહીં પડે
તાજા સમાચાર

હિન્દુઓને વસિયતનામા માટે હવે પ્રોબેટની પ્રક્રિયા અનુસરવી નહીં પડે

December 23, 2025
Next Post
અમદાવાદમાં આજથી ફ્લાવર શો

અમદાવાદમાં આજથી ફ્લાવર શો

ઘરમાં ઘુસીને મારી રહ્યું છે ભારત : ડર્યું પાકિસ્તાન

ઘરમાં ઘુસીને મારી રહ્યું છે ભારત : ડર્યું પાકિસ્તાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.