પાકિસ્તાન હંમેશાની જેમ ભારતથી ડરેલું છે. આ વખતે તેને ખુદ આ વાત માની છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તેમના દેશમાં ભારતના આતંકવાદીઓ વિરૂદ્ધ અભિયાન પર ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાને કહ્યું કે ભારત પોતાની સરહદની બહાર આતંકીઓના સફાયા માટે અભિયાન ચલાવી રહ્યું છે.
પાકિસ્તાને આ આરોપ અમેરિકન અખબારના રિપોર્ટ બાદ લગાવ્યા છે. રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ભારતે પાકિસ્તાનની અંદર એવા વ્યક્તિઓની હત્યાના આદેશ આપ્યા છે જેમને તે પોતાના રાષ્ટ્રીય હિતો માટે ખતરો માને છે. વોશિંગ્ટન પોસ્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે ભારતની જાસુસી એજન્સી RAW 2021થી પાકિસ્તાનમાં આતંકીઓનો સફાયો કરી રહી છે.
મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા ધ ગાર્જિયને પણ આવા દાવા કર્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સરકારે વિદેશમાં રહેતા કથિત આતંકવાદીઓને ખતમ કરવાની રણનીતિ હેઠળ પાકિસ્તાનમાં ઓછામાં ઓછા 20 વ્યક્તિઓની હત્યાના આદેશ આપ્યા હતા. ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલુચે આ કાર્યવાહીની ટીકા કરતા કહ્યું કે ભારતનું આતંકીઓ વિરૂદ્ધ અભિયાન પાકિસ્તાનની બહાર પણ ફેલાઇ ગયું છે. આ કાર્યવાહી માત્ર પાક જ નહીં, વૈશ્વિક સ્તર પર કેટલાક દેશોમાં ચિંતા ઉભી કરી છે.