Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં દેશની સૌથી મોટી બાસ્કેટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, મુખ્યમંત્રીએ કર્યું ઉદ્ઘાટન

 2036 ના ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતને સજ્જ કરવાનું મિશન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉપાડ્યું છે- મુખ્યમંત્રી

dharmendravaghela by dharmendravaghela
2025-01-06 13:49:11
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રવિવારે ભાવનગરમાં 74 માં સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનનો ઉદ્ઘાટન સમારોહ ઇન્ડોર સ્ટેડિયમ, સિદસર સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, 2036 ના ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતને સજ્જ કરવાનું મિશન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉપાડ્યું છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય તેમના દિશાદર્શનમાં ૨૦૨૫, ૨૦૨૬ તથા ૨૦૨૯ એમ ત્રણ વર્ષોમાં પાંચ જેટલી વર્લ્ડ ક્લાસ ગેઈમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં વિશ્વાસ અને ઉત્સાહનું વાતાવરણ ઉભું થયું છે તેના પરિણામે ૨૦૨૪નું વર્ષ ભારત માટે રમત-ગમત ક્ષેત્રે અનેક ઉપલબદ્ધીઓનું વર્ષ બન્યું છે. પેરિસના પેરાલિમ્પિક્સમાં આપણા ખેલાડીઓનું રેકોર્ડ બ્રેક પ્રદર્શન, ચેસની વિશ્વ રમતમા ઐતિહાસિક જીત અને મહિલા શક્તિની ખેલ-કૂદમાં વધુને વધુ ભાગીદારીએ નવા કિર્તીમાનો સ્થાપ્યા છે, ગુજરાતમાં આજે જે સ્પોર્ટસ કલ્ચર ખીલ્યું છે, તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું પરિણામ છે. નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ૨૦૧૦માં ‘ખેલે તે ખીલે’ ના મંત્ર સાથે શરૂ કરાવેલા ખેલ મહાકુંભથી ગુજરાતના રમતવીરોમાં ખેલ કૌશલ્યને બહાર આવવાનું અને નિખરવાનું પ્લેટફોર્મ મળ્યું છે.

આ પ્રસંગે ગૃહ અને રમત- ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવેલા યુવાનોને પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો છે. આવનારા દિવસોમાં ગુજરાત સ્પોર્ટ્સ હબ તરીકે આગળ વધવાનું છે. આ તકે ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનને રૂપિયા 30 લાખ મદદની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જી.એમ.ડી.સી. દ્વારા રૂ.15 લાખ, જી.એસ.પી.સી. દ્વારા 5. 5 લાખ અને રાજ્ય સરકાર દ્વારા રૂ. 10 લાખની મદદ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આ 74 મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ગુજરાત રાજ્ય બાસ્કેટબોલ એસોસિએશનને ફાળવવામાં આવેલ છે. જેના ભાગરૂપે યંગસ્ટર્સ બાસ્કેટબોલ ક્લબના યજમાન પદે રાજ્ય સરકાર દ્વારા નિર્મિત સીદસર સ્પોર્ટસ સંકુલ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે દેશની સૌથી મોટી બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના 900 થી વધુ નેશનલ અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ ભાગ લેશે. 150 થી વધુ ઓફિસિયલસ અને જુદા જુદા રાજ્યોના પ્રતિનિધિઓ ભાવનગરના મહેમાન બન્યા છે. વર્ષ-2019 માં 5 થી 12 જાન્યુઆરી સુધી 69 મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ યંગસ્ટર્સ બાસ્કેટબોલ ક્લબના યજમાન પદે રાજ્ય સરકાર દ્વારા નવનિર્મિત ભાવનગરના સીદસર સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર બાસ્કેટબોલ ક્ષેત્રે ભારતમાં પ્રખ્યાત છે અહીંથી સમયાંતરે ખેલાડીઓ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા છે.
આ પ્રસંગે ખેલાડીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ખેલાડીઓએ રાસ ગરબા દ્વારા ગુજરાતની સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. આ પ્રસંગે ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્યો જીતુભાઈ વાઘાણી અને સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા, ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ, ફેડરેશન ઓફ એશિયન બાસ્કેટબોલ એસોસિએશનના પ્રેસિડન્ટ ડો. કે. ગોવિંદરાજ, બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ આધાવ અર્જુન, બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી કુલવિન્દર સિંઘ ગીલ, ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન તથા ચેરમેન ઓફ સિલેક્શન કમિટી ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના સેક્રેટરી આસિફ શેખ, ગુજરાત ડીસ્ટ્રીક્ટ બાસ્કેટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ભાગીરથસિંહ જાડેજા, ભાવનગર ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશનના સેક્રેટરી હસમુખ ધામેલીયા સહિતના આગેવાનો અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

Tags: basketballbhavnagar
Previous Post

વાયબ્રન્ટ સમિટની સર્વગ્રાહી વિકાસ યાત્રાએ ગુજરાતને ગ્લોબલ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બનાવ્યું – મુખ્યમંત્રી

Next Post

પાલીતાણા ખાતે ગુરૂ ગોવિંદસિંઘની જન્મજયંતિની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક
આંતરરાષ્ટ્રીય

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક

October 16, 2025
માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,
આંતરરાષ્ટ્રીય

માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,

October 16, 2025
આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો  ASIનો આક્ષેપ
તાજા સમાચાર

આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો ASIનો આક્ષેપ

October 16, 2025
Next Post
પાલીતાણા ખાતે ગુરૂ ગોવિંદસિંઘની જન્મજયંતિની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી

પાલીતાણા ખાતે ગુરૂ ગોવિંદસિંઘની જન્મજયંતિની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી

HMPVના ગુજરાત સહિત 5 રાજ્યોમાં 8 કેસ : આ કોરોના નથી, માત્ર શરદી-ખાંસી છે

HMPVના ગુજરાત સહિત 5 રાજ્યોમાં 8 કેસ : આ કોરોના નથી, માત્ર શરદી-ખાંસી છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.