ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા જોવા મળી રહી છે. નકલી પોલીસ તો હવે ઠેર ઠેર અનેક શહેરોમાં જોવા મળી રહ્યાં છે. નકલી પોલીસ બનીને રોફ જમાવનારા બે શખ્સ સામે સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યવાહી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં કાર પર ખોટી રીતે પોલીસ લખી રોફ જમાવનારા 2 શખ્સ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બહુચર હોટલ અને ધોળીપોળ બસ સ્ટેન્ડ નજીકથી 2 ઇસમો પોલીસની ખોટી ઓળખ આપતા ઝડપાયા હતા.ખોટી રીતે પોલીસ લખી વાહનો ચલાવતા હતા અને સમાજમાં રોફ ઉભો કરતા હોવાનો ધડાકો થયો હતો. આ બન્ને ઇસમ સામે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.