ભારતની સંસદીય સમિતિ METAને માનહાનિનું સમન્સ મોકલશે. આ સમન્સ METAના CEO માર્ક ઝકરબર્ગના નિવેદનને લઈને મોકલવામાં આવશે, જેમાં તેમણે કહ્યું હતું કે કોવિડ પછી ભારતમાં મોદી સરકાર હારી ગઈ છે. CEO માર્ક ઝકરબર્ગે 10 જાન્યુઆરીના રોજ પોડકાસ્ટમાં કહ્યું, ‘2024માં કોવિડ સરકારોનું પતન જનતાનો તેમના પ્રત્યેનો અવિશ્વાસ દર્શાવે છે
ભાજપના સાંસદ અને કોમ્યુનિકેશન-ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પરની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ નિશિકાંત દુબેએ મંગળવારે કહ્યું કે METAએ ખોટી માહિતી ફેલાવવા બદલ માફી માંગવી જોઈએ.રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, ‘ભારતની ચૂંટણીમાં 64 કરોડ લોકોએ ભાગ લીધો હતો. લોકોએ પીએમ મોદી અને NDA પર વિશ્વાસ કર્યો. ઝકરબર્ગે તથ્યો અને વિશ્વસનીયતા જાળવી રાખવી જોઈએ.
લોકસભામાં ગોડ્ડાથી સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું, “અમે નક્કી કર્યું છે કે અમે મેટાના લોકોને બોલાવીશું. ઝકરબર્ગે નિવેદન આપીને બતાવ્યું છે કે કોવિડ-19 પછી સરકાર વિરુદ્ધ વાતાવરણ સર્જાયું છે, જેમાં તેમણે ભારતનો પણ ઉલ્લેખ કર્યો છે.દુબેએ કહ્યું, “અમે નિર્ણય કર્યો છે કે અમે મેટાના લોકોને બોલાવીશું. તેઓએ માફી માંગવી પડશે, નહીં તો અમારી સમિતિ કાર્યવાહી કરશે. અમે સમિતિના સભ્યો સાથે વાત કરીશું અને તેમને 20-24 જાન્યુઆરી વચ્ચે હાજર રહેવાનું કહીશું.”
ઝુકરબર્ગ જો રોગનના પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં દેખાયો હતો
માર્ક ઝકરબર્ગ જૉ રોગન સાથેના પોડકાસ્ટમાં કોવિડ-19 રોગચાળાને પગલે સરકારોમાં વિશ્વાસના અભાવ અંગે ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન તેણે કહ્યું કે 2024 એક મોટું ચૂંટણી વર્ષ હતું. ભારત સહિત આ તમામ દેશોમાં ચૂંટણી હતી. લગભગ તમામ હોદ્દેદારો ચૂંટણી હારી ગયા.