મહાકુંભમાં અત્યાર સુધીમાં 7 કરોડ સાધુ-સંતો, કલ્પવાસીઓ અને ભક્તોએ સ્નાન કર્યું. ગઈ કાલે 10 દેશોના 21 પ્રતિનિધિઓએ સંગમમાં ડૂબકી લગાવી હતી. તે પછી બધા અખાડાઓમાં પણ ગયા. તે જ સમયે, કુંભ વિસ્તારમાં ઇસ્કોન શોભાયાત્રામાં, વિદેશી ભક્તો ‘હરે રામ-હરે કૃષ્ણ’ના ભજન ગાતા દેખાયા. કુંભમાં ‘સંસ્કૃતિનો મહાકુંભ’ કાર્યક્રમની શરૂઆત પણ થઈ ગઈ છે. પહેલા દિવસે શંકર મહાદેવન સહિત ઘણા કલાકારોએ પર્ફોર્મન્સ આપ્યું. આજે (૧૭ જાન્યુઆરી)એ ક્લાસિકલ સિંગર મહેશ કાલે ગંગા પંડાલમાં પરફોર્મ કરશે.
મેળામાં દરેક ખૂણેથી સંતો અને ઋષિઓનો મેળાવડો હોય છે. આ બધામાં આકર્ષણનું કેન્દ્ર છે છે જુના અખાડાના મહંત રાજપુરી જી મહારાજ, જેમને લોકો પ્રેમથી ‘કબૂતર વાલે બાબા’ કહે છે. બાબા જ્યાં પણ કબૂતરને માથા પર બેસાડીને જાય છે, ત્યાં ભક્તોની ભીડ જામી જાય છે. એક કબૂતર છેલ્લા 9 વર્ષથી તેમના માથા પર બેઠું છે.
રાજસ્થાનના ચિત્તોડગઢથી આવેલા બાબા કહે છે કે જીવોની સેવા એ સૌથી મોટો ધર્મ છે. છેલ્લા ઘણા વર્ષોથી, તેઓ માથા પર કબૂતર લઈને ફરે છે. મહાકુંભના પવિત્ર સંગમમાં બાબાનું આ અનોખું સ્વરૂપ સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે. તેમની એક ઝલક મેળવવા માટે લોકો ઉમટી રહ્યા છે.