દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય સરસંચાલક મોહન ભાગવતે ભારત દેશમાં સાચી આઝાદી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પછી આવી છે તેવા કરેલા નિવેદન અંગે કોંગ્રેસ પક્ષે રાષ્ટ્રીય સ્તરેથી આ નિવેદનની કડક આલોચના કરી છે. આજે ભાવનગરમાં શહેર કોંગ્રેસ સમિતિ તરફથી એક રેલી આકારે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
શહેરના હલુરિયા ચોકના શહીદ સ્મારક પાસે એકત્ર થઇ પુષ્પાંજલિ અર્પી બાદમાં રેલી આકારે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. રેલીમાં પ્લેબોર્ડ દર્શાવી અને સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા.