દમણમાં 2 બાળકોનામૃત્યુનો ખુલાસો થયો છે. 21 જાન્યુઆરી 2025એ લગભગ રાત્રે 12:35 વાગ્યે CHC મોટી દમણથી એક કોલ આવ્યો, જેમાં જણાવાયું કે, બે બાળકો એક બિલ્ડિંગના ચોથા માળેથી પડ્યા છે. માહિતી મળતાની સાથે જ પોલીસ કર્મચારી CHC, મોટી દમણ પહોંચ્યા. જ્યાં આ પુષ્ટિ કરવામાં આવી કે બંને બાળકોને મૃત જાહેર કરાયા હતા. બાળકો, જે ભાઈઓ હતા. જેઓ TRV, દલવાડા, નાની દમણના નિવાસી હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આ ઘટના પતિ-પત્નીના ઘેરલુ ઝઘડાના કારણે બની હતી. મહિલાએ પોતાના પતિ સાથે થયેલા ઝઘડાને લઈને ગુસ્સામાં આવીને બંને બાળકોને 4થા માળની બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધા હતા. આરોપી સીમા યાદવે બંને પુત્રોને એક બાદ એક બાલ્કનીમાંથી ફેંકી દીધા, જેના પરિણામે તેમની મોત નીપજ્યા હતા. આ પછી સીમાએ પોતાને પણ કૂદવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પતિએ તેને પકડી હતી. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી અને આગળની તપાસ કરાશે.
દમણ પોલીસે આ મામલે BNS-2023ની કલમ 103 હેઠળ બાળકોની માતા સીમા યાદવ સામે ગુનો નોંધીને FIR નંબર 04/2025 દાખલ કરી છે. આ અંગે આગળની તપાસ ચાલી રહી છે. નાની દમણના કડૈયાના કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી માતાની ધરપકડ કરીને યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.