વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની 128મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે સંસદના સેન્ટ્રલ હોલમાં શાળાના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી અને વાતચીત કરી. મોદીએ બાળકોને પૂછ્યું કે તેઓ ટિફિન બોક્સ લાવ્યા છે કે નહીં. જ્યારે બાળકોએ ના પાડી તો પીએમ હસ્યા અને કહ્યું- તમે મને કહો તો ખરા હું નહીં ખાઉં.
આ સિવાય PMએ બાળકોને સૂર્યોદય યોજના વિશે અને તે કેવી રીતે ક્લાઈમેટ ચેન્જ સામે સારી પહેલ છે તે વિશે સમજાવ્યું. તેમણે બાળકોને 2047 સુધીના તેમના લક્ષ્યો વિશે પૂછ્યું. બાળકોએ કહ્યું કે 2047 સુધીમાં દેશનો વિકાસ કરવાનો છે. PM મોદીએ બાળકો સાથે જય હિંદના નારા પણ લગાવ્યા હતા.
પીએમ મોદીએ X પર બાળકો સાથે તેમની 3:27 મિનિટની વાતચીતનો વીડિયો શેર કર્યો. પીએમે બાળકોને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને દેશના વિઝન વિશે પ્રશ્નો પૂછ્યા હતા.