તેલંગાણામાં સેનાના એક નિવૃત્ત જવાને તેની પત્નીની હત્યા કરી છે. પોલીસે આરોપી ગુરુમૂર્તિની ધરપકડ કરી લીધી છે. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા લાશના નાના-નાના ટુકડા કરી પ્રેશરકૂકરમાં બાફ્યા હતા. બાદમાં એને તળાવમાં ફેંકી દીધા હતા. કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આરોપીઓએ ટુકડા કરેલા માંસને હાડકાંથી છૂટું પાડવા માટે એને દસ્તાથી પીસ્યા હતા.
રંગારેડ્ડી જિલ્લાના મીરપેટના DSP નાગરાજુએ જણાવ્યું હતું કે 18 જાન્યુઆરીએ સુબમ્મા નામની મહિલાએ ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું હતું કે તેની પુત્રી માધવી (35)ના લગ્ન 13 વર્ષ પહેલા ગુરુમૂર્તિ સાથે થયા હતા. ગુરુમૂર્તિ સેનામાંથી નિવૃત્ત કર્મચારી છે. હાલ તે કંચનબાગમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરે છે.
રંગારેડ્ડી જિલ્લાના DCP એલબી નાગરે જણાવ્યું હતું કે જિલ્લેલાગુડામાં 35 વર્ષીય મહિલાના ગુમ થવાનો કેસ તેની માતાએ નોંધાવ્યો હતો. આ કેસમાં પતિ પોતે જ દાવો કરી રહ્યો છે કે તેણે તેની પત્નીની હત્યા કરી છે. આરોપી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે, જોકે હજુ સુધી પોલીસને લાશના ટુકડા મળ્યા નથી.
મળતી માહિતી મુજબ, મહિલા લગભગ એક અઠવાડિયા પહેલાં ગુમ થઈ ગઈ હતી. તેનાં માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાની આશંકામાં 35 વર્ષીય મહિલાના પતિની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન પતિએ દાવો કર્યો હતો કે તેણે પત્નીની લાશના ટુકડા કરી પ્રેશરકૂકરમાં બાફ્યા હતા. બાદમાં તેણે ટુકડાને તળાવમાં ફેંકી દીધા.રંગારેડ્ડી જિલ્લાના DCP એલબી નાગરે જણાવ્યું હતું કે જિલ્લેલાગુડામાં 35 વર્ષીય મહિલાના ગુમ થવાનો કેસ તેની માતાએ નોંધાવ્યો હતો. આ કેસમાં પતિ પોતે જ દાવો કરી રહ્યો છે કે તેણે તેની પત્નીની હત્યા કરી છે. આરોપી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે પતિ-પત્ની છેલ્લાં 5 વર્ષથી વેંકટેશ્વર કોલોનીમાં તેમનાં બે બાળકો સાથે રહે છે. 16 જાન્યુઆરીના રોજ માધવી અને તેના પતિ ગુરુમૂર્તિ વચ્ચે કોઈ મુદ્દે ઝગડો થયો હતો અને તેઓ ઘરની બહાર નીકળી ગયાં હતાં.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીએ હત્યાના પુરાવાનો નાશ કરવા માટે બાથરૂમમાં મૃતદેહના ટુકડા કર્યા હતા. માંસમાંથી હાડકાંને અલગ કર્યાં અને દસ્તાથી ખાંડ્યાં હતાં. બાદમાં એને કૂકરમાં બાફ્યાં. ત્રણ દિવસ સુધી માંસ અને હાડકાંને કૂકરમાં બાફ્યાં પછી તેણે એને પેક કરીને તળાવમાં ફેંકી દીધાં.પોલીસ હજુ સુધી પીડિતાની લાશના ટુકડાને તળાવમાં શોધી શકી નથી, જેમાં ગુરુમૂર્તિએ તેના શરીરનાં અંગો ફેંકી દીધા હોવાનો દાવો કર્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રેસ ટીમ અને ડોગ-સ્ક્વોડ સર્ચ-ઓપરેશન ચલાવી રહી છે.