Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બોગસ ડૉક્ટર લોકોને નહીં છેતરી શકે : ગુજરાત સરકાર લાવશે સુધારા બિલ, ભારે દંડની જોગવાઈ

12 માર્ચ સુધીમાં હોસ્પિટલ અને ક્લિનિકને રજિસ્ટ્રેશન માટે સૂચના આપવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2025-02-06 11:46:56
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં બોગસ ડોક્ટર્સ સામે સરકાર કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી રહી છે. રાજ્ય સરકાર આગામી વિધાનસભા સત્રમાં સુધારા બિલ રજૂ કરશે. તેમજ બોગસ ડોક્ટરો સામે એક્ટમાં કડક જોગવાઈ કરાશે.રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી બોગસ ડોક્ટરો બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. ત્યારે આવા બોગસ ડોક્ટરો સામે કાયદેસની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે. ત્યારે આગામી સમયમાં બોગસ ડોક્ટરથી લોકોને છેતરાતા અટકાવવા માટે રાજ્ય સરકાર સુધારા બિલ લાવશે. જે બિલ આગામી સમયમાં વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે.
આ સુધારા બિલમાં રાજ્ય સરકાર દ્વારા બોગસ ડોક્ટરો સામે કડક જોગવાઈ કરવામાં આવશે. ક્લિનિકલક એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ આ કાયદામાં કડક જોગવાઈ કરવાનું નક્કી કરવામં આવશે. તેમજ રજીસ્ટ્રેશન માટે મુદ્દત વધારવા વિચાર કરવામાં આવશે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ 14 હજાર હોસ્પિટલ-ક્લિનિકનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. તેમજ આગામી 12 માર્ચ સુધીમાં હોસ્પિટલ અને ક્લિનિકને રજિસ્ટ્રેશન માટે સૂચના આપવામાં આવી છે. તેમજ રજિસ્ટ્રેશન સિસ્ટમથી બોગસ ડોક્ટરને રોકવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમજ સર્ટિફિકેટ નહી મેળવે તો પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.
ગુજરાતના 1200 લોકોને બોગસ ડોક્ટર બનાવનાર ડો. રસેશ ગુજરાતીના કૃત્ય વિશે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે. આ શખસે 1200 લોકોને નકલી ડોક્ટર બનાવીને માત્ર ગુજરાતના લોકોના જીવ જ જોખમમાં નથી મૂકી દીધા છે, સાથે પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અત્યારસુધીમાં ડો. રસેશ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયા છે, જેમાં સૌથી ગંભીર કેસ એક સગીરાના ગર્ભપાતનો છે. આ કેસમાં ડો. રસેશ જેલ પણ જઈ ચૂક્યો છે. 1200 નકલી સર્ટિફિકેટના આ વેપારી ડો. રસેશની કરમકુંડળી સહિત કુલ કુલ 14 લોકોની ધરપકડ પોલીસ કરી છે. રસેશ જેમને ડિગ્રી આપતા હતા તેમને જ બ્લેકમેલ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ 70 હજારમાં ડો. રસેશ ડોક્ટરની ડિગ્રી વેચતો હતો. અને અત્યાર સુધીમાં 1200 લોકોને નકલી ડીગ્રી આપી હોવાનું સામે આવ્યું છે. જ્યારે દર વર્ષે રિન્યુ માટે પાંચ હજાર લેતા હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું.

Tags: fake doctor billgujarat
Previous Post

ચારધામ યાત્રાએ જતા ભક્તોના ઓનલાઈનની સાથે 40 ટકા ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ કરવામાં આવશે

Next Post

યુ.એસ.માં સેના બાદ હવે સ્પોર્ટ્સમાં ટ્રાન્સજેન્ડરની નો એન્ટ્રી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
યુ.એસ.માં સેના બાદ હવે સ્પોર્ટ્સમાં ટ્રાન્સજેન્ડરની નો એન્ટ્રી

યુ.એસ.માં સેના બાદ હવે સ્પોર્ટ્સમાં ટ્રાન્સજેન્ડરની નો એન્ટ્રી

ગુજરાત તાઈવાનમાં સ્થાપશે ગ્લોબલ ઓફિસ

ગુજરાત તાઈવાનમાં સ્થાપશે ગ્લોબલ ઓફિસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.