દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી અને દિવા શાહ લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે. પિતા ગૌતમ અદાણીએ લગ્નના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જીત અદાણીએ અમદાવાદના અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ શાંતિગ્રામ ખાતે ગુજરાતી પરંપરાઓ અનુસાર હીરા ઉદ્યોગપતિ જૈમિન શાહની પુત્રી દિવા સાથે લગ્ન કર્યા. પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર, લગ્ન એક સાદગીપૂર્ણ પ્રસંગ હતો, જેમાં સામાન્ય ધાર્મિક વિધિઓ અને ત્યારબાદ પરંપરાગત ગુજરાતી સમારોહ યોજાયો હતો જેમાં ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રો જ હાજર રહ્યા હતા. ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પર લખ્યું, અમે ઈચ્છતા હોવા છતાં બધા શુભેચ્છકોને આમંત્રણ આપી શક્યા નહીં, જેના માટે હું માફી માગુ છું. પુત્રના લગ્ન પ્રસંગે, તેમણે સમાજના કલ્યાણ માટે 10,000 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.