Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયામાં ભારત અને પાકિસ્તાન સહિત 14 દેશોના મલ્ટીપલ વિઝા પર પ્રતિબંધ

સિંગલ એન્ટ્રી વિઝા સાથે, વ્યક્તિ માત્ર એક જ વાર દેશમાં પ્રવેશી શકે છે

dharmendravaghela by dharmendravaghela
2025-02-10 11:55:33
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સાઉદી અરબે પોતાની વિઝા નીતિમાં મોટા ફેરફાર કર્યા છે, સાઉદીએ ભારત સહિત 14 દેશોના નાગરિકોને અપાતા મલ્ટિપલ વિઝા પર રોક લગાવી દીધી છે, હવેથી માત્ર સિંગલ એન્ટ્રી વિઝા જ આપવામાં આવશે. મલ્ટિપલ વિઝાનો લાભ લઈને અયોગ્ય રીતે હજ યાત્રા કરનારાઓને અટકાવવા સાઉદીએ આ નિર્ણય લીધો છે. સાઉદી અધિકારીઓએ મલ્ટીપલ એન્ટ્રી વિઝાના સસ્પેન્શનને કામચલાઉ ગણાવ્યું છે. આ સસ્પેન્શન ક્યાં સુધી ચાલુ રહેશે તે હજુ સ્પષ્ટ નથી.
સાઉદી સરકારે જે દેશોના મલ્ટિપલ વિઝા પર પ્રતિબંધ મુકી દીધો છે તેમાં ભારત, ઈન્ડોનેશિયા, ઈરાક, જોર્ડન, મોરક્કો, નાઇઝીરિયા, પાકિસ્તાન, સુદાન, યમન, બાંગ્લાદેશ જેવા કુલ 14 દેશોનો સમાવેશ થાય છે. જેમાં ભારતને બાદ કરતા મોટાભાગના મુસ્લિમ બહુમતવાળા દેશો છે. જોકે ભારતમાંથી પણ હજ યાત્રા માટે લાખો મુસ્લિમો સાઉદી જતા હોવાથી તેનો પણ સમાવેશ આ યાદીમાં કરાયો છે. સાઉદી અરેબિયાના મલ્ટીપલ એન્ટ્રી વિઝા ધરાવતા લોકો હજ દરમિયાન હજ પરમિટ વિના અનધિકૃત રીતે હજ કરે છે, જેના કારણે મક્કામાં ભીડ વધે છે, જેને પગલે હજ યાત્રામાં વ્યવસ્થા પર અસર પહોંચે છે.
સિંગલ એન્ટ્રી વિઝા સાથે, વ્યક્તિ માત્ર એક જ વાર દેશમાં પ્રવેશી શકે છે, જ્યારે મલ્ટિપલ એન્ટ્રી વિઝા એ લાંબા ગાળાનો વિઝા છે જે વિઝા ધારકને તે દેશની ઘણી વખત મુલાકાત લેવાની મંજૂરી આપે છે. બદલાયેલા નિયમો અનુસાર, વિવિધ દેશોમાંથી આવતા પ્રવાસીઓ સિંગલ એન્ટ્રી વિઝા માટે જ અરજી કરી શકે છે. આ વિઝા 30 દિવસ માટે માન્ય રહેશે અને પ્રવાસીઓ સાઉદીમાં વધુમાં વધુ 30 દિવસ જ રહી શકશે. જો કે, હજ, ઉમરાહ, રાજદ્વારી અને રેસિડેન્સી વિઝા પર આ ફેરફારથી કોઈ અસર થશે નહીં. સાઉદી અધિકારીઓનું કહેવું છે કે મલ્ટીપલ વિઝા એન્ટ્રીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. કેટલાક પ્રવાસીઓ લાંબા ગાળાના વિઝા પર દેશમાં આવતા હતા અને બાદમાં સાઉદી અરેબિયામાં હજ કરવા અથવા કામ કરવા માટે અનધિકૃત સમયગાળા માટે રોકાય જાય છે. જેના કારણે વ્યવસ્થા પર અસર પડે છે.

Tags: banmultiple visasoudi arabia
Previous Post

રસ્તામાં રોકીને, ઘર-ઓફિસમાં ઘૂસીને ટ્રમ્પની ટીમ દ્વારા દસ્તાવેજની ચકાસણી : USમાં વસતા ભારતીયોમાં ફફડાટ

Next Post

કચ્છમાં ફરી એક વખત ધરા ધ્રુજી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા

કચ્છમાં ફરી એક વખત ધરા ધ્રુજી

પ્રયાગરાજ સંગમ સ્ટેશન આગામી આદેશ સુધી બંધ : વધતી ભીડને કારણે મોટો નિર્ણય

પ્રયાગરાજ સંગમ સ્ટેશન આગામી આદેશ સુધી બંધ : વધતી ભીડને કારણે મોટો નિર્ણય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.