શપથ લીધાના 6 કલાક પછી, ગુરુવારે સાંજે દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ યમુના ઘાટ પર આરતી કરી. તેમની સાથે છ મંત્રીઓ પણ હતા. બીજી તરફ, પહેલી કેબિનેટ બેઠક સચિવાલયમાં યોજાઈ હતી. આ એક કલાક સુધી ચાલી.કેબિનેટની પહેલી બેઠકમાં દિલ્હીમાં આયુષ્માન ભારત યોજના લાગુ કરવા અને વિધાનસભા સત્રમાં 14 CAG રિપોર્ટ રજૂ કરવાને મંજૂરી આપવામાં આવી છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં યમુનાની સફાઈ એક મોટો મુદ્દો હતો. ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં યમુનાને સાફ કરવાનું વચન પણ આપ્યું હતું. આ કાર્યક્રમને આના સંદર્ભમાં જોવામાં આવી રહ્યો છે.