1 ફેબ્રુઆરી 2025ના રોજ રાજ્યમાં એક સાથે 59 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.
જ્યારે 5 અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો હતો. ત્યારે આજે 21 ફેબ્રુઆરીના રોજ ફરી રાજ્યમાં વધુ
બે IAS અધિકારી મોના કે. ખંધાર અને મનીષા ચંદ્રાની બદલી કરવામાં આવી છે. જ્યારે એચ.જે.
પ્રજાપતિ, સી.સી. કોટક સહિતના 20 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે.
મોના કે. ખંધાર, IAS, સરકારના અગ્ર સચિવ, પંચાયતો, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગ
(જેઓ સરકાર, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવના પદનો વધારાનો હવાલો પણ ધરાવે
છે) જેમની બદલી કરવામાં આવી છે. જેઓ હવે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ તરીકે
ફરજ બજાવશે છે. જ્યારે મનીષા ચંદ્રા, IAS, ગ્રામીણ વિકાસ કમિશનર અને સરકારના સચિવ (ગ્રામીણ
વિકાસ)ની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત પંચાયતો, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ
વિભાગના સચિવ તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
ભારત સરકારના નોટિફિકેશન દ્વારા IASમાં બઢતી પરિણામે 20 IAS અધિકારીઓને પ્રમોશન
આપવામાં આવ્યું છે. એચ.જે. પ્રજાપતિ, સી.સી. કોટક, કે.જે. રાઠોડ સહિતના 20 IAS અધિકારીઓને
પ્રમોશન આપવામાં આવ્યું છે.