ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં હાઇવૉલ્ટેજ મેચમાં ભારતીય ટીમની શાનદાર જીત થઇ છે.દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉમટ્યા હતા. ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો મુકાબલો તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થયો હતો. આ મેચમાં પાકિસ્તાની ટીમને છ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની જીતનો હીરો વિરાટ કોહલી હતો, જેણે અણનમ સદી ફટકારી હતી.
મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. ભારતની જીતનો હીરો વિરાટ કોહલી હતો, જેણે અણનમ સદી ફટકારી હતી. કોહલીએ ખુશદિલ શાહની બોલિંગમાં ફોર ફટકારીને પોતાની સદી પૂર્ણ કરી. અને ભારતને જીત તરફ દોરી ગયું. કોહલીએ 111 બોલમાં સાત ચોગ્ગા સહિત અણનમ 100 રન બનાવ્યા. ભારતીય ટીમે તેની પહેલી મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું હતું. જ્યારે પાકિસ્તાની ટીમ શરૂઆતની મેચમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગઈ હતી. ભારતીય ટીમ આ મેચ જીતીને સેમિફાઇનલ માટેનો પોતાનો દાવો મજબૂત કરવા માંગશે.
જણાવી દઈએ કે, ચેમ્પિયન્સ ટ્રૉફીના પહેલા મુકાબલામાં બાંગ્લાદેશ વિરૂદ્ધ 22 રન બનાવ્યા હતા. ત્યારે તેઓ આ ઐતિહાસિક રેકૉર્ડથી માત્ર 15 રન દૂર રહી ગયા હતા. પરંતુ હવે તેમણે પાકિસ્તાન વિરૂદ્ધ દુબઈમાં રમાયેલા આ મુકાબલામાં આ રેકૉર્ડ હાંસલ કરી લીધો છે. કોહલીએ 13મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો લગાવતા આ રેકૉર્ડ બનાવ્યો છે.
કોહલીએ અનેક ઐતિહાસિક રેકૉર્ડ પોતાના નામે કર્યા
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ અનેક ઐતિહાસિક રેકૉર્ડ પોતાના નામે કર્યા છે. જેમાં તેમણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો જબરદસ્ત રેકૉર્ડ તોડ્યો છે. કોહલી હવે વનડે (ODI) ક્રિકેટમાં સૌથી ઝડપી 14 હજાર રન પૂરા કરવાનો દુનિયાનો પહેલો ખેલાડી બની ગયો છે. જણાવી દઈએ કે, વનડેમાં વિરાટ કોહલી દુનિયામાં માત્ર ત્રીજો બેટર છે, જે 14 હજાર રનને પાર પહોંચ્યો છે. આ અગાઉ સચિન તેંદુલકર અને કુમાર સંગકારા આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે.
કોહલીએ આ ઉપલબ્ધિ 299મી વનડે મેચની 287મી ઈનિંગમાં હાંસલ કરી છે. આ પહેલા આ રેકૉર્ડ સચિનના નામે હતો, જેમણે 350મી ઈનિંગમાં આ રેકૉર્ડ બનાવ્યો હતો. સચિન બાદ શ્રીલંકાના કુમાર સંગકારાનો નંબર હતો, જેમણે 378 ઈનિંગ્સમાં 14 હજાર વનડે રન બનાવ્યા હતા.