Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતમાં કારની ટક્કરે સગાં ભાઈ-બહેન સહિત ત્રણનાં મોત

પૂરપાટ આવતી કાર બે બાઈકને અડફેટે લીધા બાદ પલટી; ચાલક સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ

dharmendravaghela by dharmendravaghela
2025-02-24 12:17:08
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતના લસકાણા ચાર રસ્તા પાસે 23 ફેબ્રુઆરીની સાંજના પૂરપાટ હંકારતા કારચાલકે વારા ફરતી બે બાઈકને ટક્કર માર્યા બાદ કાર બીઆરટીએસ રોડમાં ઘૂસીને પલ્ટી થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઇકચાલક યુવકને હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતાં. જ્યારે એક યુવતીને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જેનું આજે મોત નીપજ્યું છે. અમરેલીના સગા ભાઈ-બહેનના મોત જ્યારે અન્ય યુવકના મોતથી ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે. આ મામલે લસકાણા પોલીસે કારચાલક વિરુદ્ધમાં સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, કામરેજમાં નનસાડ રોડ ઓપેરા હાઉસમાં રહેતા 35 વર્ષીય રાજેશ મનસુખભાઇ ગજેરા અને તેની બહેન શોભા સાથે સાંજે બાઇક પર કામ અર્થે જવા નીકળ્યા હતા. તે સમયે લસકાણા ચાર રસ્તા પાસે એક કારના ચાલેક પૂરપાટ ઝડપે કાર હંકારી રાજેશની બાઈકને ટક્કર મારી હતી. ત્યારબાદ બીજી બાઇકના ચાલક 48 વર્ષીય મહેશભાઈ નાનજીભાઈ લાઠીયાને પણ કારે અડફેટે લીધા હતા. બે બાઈકને અડફેટે લીધા બાદમાં કાર બીઆરટીએસ રોડમાં ઘૂસી ગઈ હતી અને ત્યાં પલ્ટી થઈને ડીવાઈડર સાથે ભટકાઈ હતી. જેમાં ગંભીર ઈજા પામેલા રાજેશ ગજેરા અને મહેશભાઇ લાઠીયાને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં વારા ફરતી બંને યુવકોના ટૂંકી સારવારમાં મૃત જાહેર કર્યા હતા. જયારે ગંભીર ઇજાગ્રસ્ત રાજેશની બહેન શોભાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
કારચાલકે અકસ્માત કર્યા બાદ બીઆરટીએસ રૂટમાં ઘૂસી કાર પલટી મારી ગઈ હતી. આસપાસથી દોડી આવેલા લોકો દ્વારા કારચાલકની કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. કારચાલક અકાઉન્ટની નોકરી કરતો અર્જુન બાલુભાઈ વિરાણી (ઉં.વ.34 રહે. મમતા પાર્ક સોસાયટી, કાપોદ્રા) હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે લસકાણા પોલીસે કારચાલક વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. રાજેશભાઈ મુળ અમરેલી સાવરકુંડલાના વતની હતા. રાજેશભાઈ તેની બહેન શોભા સાથે કામરેજથી મોટા વરાછા કામ અર્થે જવા નીકળ્યા હતા. તે સમયે રાજેશને રસ્તામાં કાળ ભેટી ગયો હતો. તેની બહેન શોભાને ગતરોજ ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી, જેનું પણ આજે મોત નીપજ્યું છે. રાજેશભાઈ અપરિણીત હતા અને જોબવર્કનું કામ કરતા હતા.

Tags: car crashes bikesurat
Previous Post

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનો પાકિસ્તાન સામે શાનદાર વિજય

Next Post

બાબરા નજીક પિતા- પુત્રી ભાણેજ સહિત ત્રણના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ઈટાલીના વેનિસમાં માર્ગ અકસ્માતમાં 21 લોકોના મોત

બાબરા નજીક પિતા- પુત્રી ભાણેજ સહિત ત્રણના મોત

દિલ્હી આવી રહેલી અમેરિકન ફ્લાઇટમાં બોમ્બની ધમકી : ફ્લાઇટ રોમ ડાયવર્ટ

દિલ્હી આવી રહેલી અમેરિકન ફ્લાઇટમાં બોમ્બની ધમકી : ફ્લાઇટ રોમ ડાયવર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.