રાજ્યના વિસાવદરની રૂપાવટી ગામની ગાયબ યુવતીનો ભેદ ઉકેલાયો છે. ભેદ LCBએ ઉકેલ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ગત વર્ષે 3 જાન્યુઆરી 2024ના રોજ યુવતી ગુમ થવાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલાની LCBએ ઝીંણવટપૂર્વક તપાસ આદરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે યુવતીની હત્યા કરીને બગસરાના અડાળા ગામના કુવામાં ફેંકી દીધી હતી.
તપાસમાં સામે આવ્યું કે યુવતીના પ્રેમીએ જ તેની કરપીણ હત્યા કરીને ફરાર થયો હતો. યુવાન અને યુવતી રૂપાવટી ગામના વતની હતા. પોલીસે ભારે જહેમત બાદ ફરાર પ્રેમીને ઝડપી પાડ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.






