સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ આજે પ્રમુખ, ઉપપ્રમુખના નામો નક્કી થશે. આજે બીજેપીની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવાની છે. મુખ્યમંત્રી નિવાસ્થાને પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. આ બેઠકમાં જૂનાગઢના મેયર સહિત હોદ્દેદારોની નિમણૂંક કરાશે. આ ઉપરાંત 68 નગરપાલિકા પ્રમુખોની નિમણુક કરવામાં આવનાર છે.
બેઠકમાં પહેલા ગાંધીનગર તાલુકા પંચાયત અને માણસા પાલિકાના હોદ્દેદારોના નામે અંગે મંથન થશે, પછી જૂનાગઢ મનપા, 3 તાલુકા પંચાયત અને બીજેપી શાસિત પાલિકાના હોદ્દેદારો અંગેના નામનો અંગે મંથન થશે.
આ બેઠક CM ભુપેન્દ્ર પટેલ અને ભાજપ ગુજરાત અધ્યક્ષ સી.આર પાટિલની અધ્યક્ષતામાં યોજાશે. જો કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ક્યારે વરણી થશે તેની હજું સ્પષ્ટતા થઈ નથી.ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા (પંચાલ)નું નામ લગભગ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. જગદીશ પંચાલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી છે. જગદીશ પંચાલ મૂળ ઉત્તર ગુજરાતના છે.
જગદીશ પંચાલ અમદાવાદમાં નિકોલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. જગદીશ પંચાલ 2012,2017 અને 2022 વિધાનસભા ચૂંટણીમાં જંગી સરસાઇથી જીત્યા હતા. જગદીશ પંચાલ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ રહી ચુક્યા છે. જગદીશ પંચાલે 1988માં ઠક્કરબાપાનગર વિસ્તારમાં બુથ પ્રભારી તરીકે રાજકીય કરિયરની શરૂઆત કરી હતી.