કલોલના યુવકે મુસ્લિમ નામ ધારણ કરી અમેરિકા જતાં એરપોર્ટ પર પોતાના જ કાવતરાનો શિકાર થતાં પોલીસે કસ્ટડીમાં લીધો છે. અમેરિકા જવાનું લોકોને એટલું ઘેલું લાગ્યું છે કે ક હવે લોકો પોતાનું નામ બદલીને જવા લાગ્યા છે. ગુજરાતમાં કલોલ ખાતે રહેતા જીગ્નેશ પટેલ નામના યુવકે પણ કાંઈક આવુ કર્યાનું સામે આવતા તેની અટકાયત કરાઈ છે. તેને અમેરિકા જવા મુસ્લિમ નામ ધારણ કર્યું. જોકે, અમેરિકન એરપોર્ટ પર યુવાનનું આખું કાવતરું ખુલ્લું પડી ગયું અને આખરે તેને ત્યાંથી હકાલપટ્ટી કરાઈ. જીગ્નેશ પટેલ ખોટા નામનો ઉપયોગ કરીને અમેરિકા પહોંચ્યો હતો. જીગ્નેશ પટેલ વસીમ ખલીલના નામે પાસપોર્ટ પર અમેરિકા પહોંચ્યો હતો. જીગ્નેશ પટેલ પહેલા દિલ્હીથી કેનેડા ગયો અને પછી કેનેડાથી અમેરિકા પહોંચ્યો હતો.
અમેરિકા પહોંચતાની સાથે જ ઇમિગ્રેશન વિભાગે તેનો પાસપોર્ટ તપાસ્યો. જ્યારે જિગ્નેશનો પાસપોર્ટ શંકાસ્પદ લાગ્યો, ત્યારે તેની તપાસ કરવામાં આવી અને તેની પૂછપરછ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી કે તેણે વસીમના નામે બનાવટી પાસપોર્ટ બનાવ્યો હતો અને બાદમાં કેનેડાથી અમેરિકા પહોંચ્યો હતો. જીગ્નેશને અમેરિકન એરપોર્ટ પરથી જ હકાલપટ્ટી કરાઈ હતી. દિલ્હી એરપોર્ટ પરથી જીગ્નેશને ડિપોર્ટ કર્યા પછી, તેને ફ્લાઇટ દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યો. હાલમાં અમદાવાદ SOG એ મુસાફર જીગ્નેશ પટેલને કસ્ટડીમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદથી તેમણે વિવિધ દેશોમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશોમાં પાછા મોકલવાનું શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ, 5 ફેબ્રુઆરીના રોજ અમેરિકાથી ભારત માટે પ્રથમ ફ્લાઇટ મોકલવામાં આવી હતી. જેમાં 104 ભારતીયોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો પંજાબ અને ગુજરાતના હતા.