એર ઇન્ડિયાએ બુધવારે એક પાઇલટ ટ્રેનરને નોકરીમાંથી કાઢી મૂક્યો. તેના હાથ નીચે તાલીમ લઈ રહેલા 10 પાઇલટ્સને પણ ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે. એક વ્હિસલબ્લોઅરની ફરિયાદ બાદ એર ઇન્ડિયાએ આ નિર્ણય લીધો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે સિમ્યુલેટર પાઇલટ ટ્રેનરે પાઇલટ્સને યોગ્ય રીતે તાલીમ આપી ન હતી.
એર ઇન્ડિયાએ કહ્યું કે, વ્હિસલબ્લોઅરના આરોપોની તપાસ કરવામાં આવી છે. આમાં આરોપો સાચા હોવાનું જાણવા મળ્યું. આ કારણોસર પાઇલટ ટ્રેનરની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી.એર ઇન્ડિયાએ પણ સમગ્ર ઘટના અંગે DGCAને જાણ કરી છે. કંપનીએ વ્હિસલબ્લોઅરની પ્રશંસા કરી અને કહ્યું કે ટાટા ગ્રુપ દ્વારા સંપાદન પછી એર ઇન્ડિયાએ તેના કર્મચારીઓ માટે ઉચ્ચ નૈતિક ધોરણો અપનાવ્યા છે. 2024માં અત્યાર સુધીમાં બેદરકારી અને ધોરણો સાથે ચેડાં કરવા બદલ 30થી વધુ કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે.