મા વૈષ્ણોદેવીના મંદિરની સુરક્ષામાં છેદની ઘટના બહાર આવી છે. આ ચોંકાવનારી ઘટનાની વિગત એવી છે કે એક મહિલા પિસ્તોલ સાથે મંદિરમાં પહોંચી હતી. પોલીસે આ મહિલાની ધરપકડ કરી લીધી છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ માતા વૈષ્ણોદેવી મંદિરના ભવનમાં એક મહિલા સુરક્ષા તપાસને તોડીને પિસ્તોલ સાથે પહોંચી ગઈ હતી. ઘટના 14-15 માર્ચ 2025ની રાતની છે. મહિલાની ઓળખ જયોતિ ગુપ્તા તરીકે થઈ છે જે દિલ્હી પોલીસમાં કાર્યરત છે. જયોતિ પિસ્તોલ લઈને વૈષ્ણોદેવીના દર્શન કરવા પહોંચી હતી. પોલીસે જણાવ્યું હતું કે, મહિલા પાસેથી મળેલ હથિયારનું લાયસન્સ એકસ્પાયર થઈ ચૂકયું હતું. પોલીસે મહિલાની ધરપકડ કરી હથિયાર જપ્ત કર્યું છે. તેની સામે આર્મ્સ એકટ અંતર્ગત ગુનો નોંધાયો છે.