Saturday, March 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તમામ યુનિ.ના કુલપતિઓ સંઘ નક્કી કરશે, આ દેશ માટે ખતરનાક : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું, દેશનો સૌથી મોટો મુદ્દો રોજગારનો છે અને સરકાર મૌન છે

dharmendravaghela by dharmendravaghela
2025-03-25 11:46:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વિપક્ષી નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં INDIA ગઠબંધનનાં વિદ્યાર્થી સંગઠનોએ સોમવારે દેશભરમાં બેરોજગારીના મુદ્દા સામે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું. વિદ્યાર્થી સંગઠનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, નિમણૂકો પર UGCની પ્રસ્તાવિત માર્ગદર્શિકા પાછી ખેંચવા અને વિદ્યાર્થી સંગઠનોની પુનઃસ્થાપનાની માગ કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશનો સૌથી મોટો મુદ્દો રોજગારનો છે અને સરકાર આ મુદ્દે મૌન છે. અમે વિદ્યાર્થીઓના હિત સાથે કોઈ સમાધાન કરીશું નહીં. RSS દેશની શિક્ષણ વ્યવસ્થાને નાશ કરી રહ્યું છે અને ભવિષ્યમાં કોઈને રોજગાર મળશે નહીં.રાહુલે કહ્યું, ‘એક સંગઠન ભારતના ભવિષ્ય, શિક્ષણ પ્રણાલીને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એનું નામ RSS છે. સત્ય એ છે કે આપણી શિક્ષણ પ્રણાલી ધીમે ધીમે તેના હાથમાં જઈ રહી છે. જો આ વ્યવસ્થા તેના હાથમાં જશે તો દેશ બરબાદ થઈ જશે. કોઈને રોજગાર મળશે નહીં.’ વિરોધપ્રદર્શનમાં નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI), ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિયેશન (AISA), સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI), ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન (AISF), મુસ્લિમ સ્ટુડન્ટ્સ ફેડરેશન (MSF), સમાજવાદી છાત્ર સભા અને છાત્ર રાષ્ટ્રીય જનતા દળ (CRJD) જોડાયાં છે.
રાહુલે કહ્યું, ‘વિદ્યાર્થીઓને જણાવવાની જવાબદારી તમારી છે કે યુનિવર્સિટીના કુલપતિ RSSમાંથી છે. આવનારા સમયમાં બધી યુનિવર્સિટીઓના કુલપતિઓની નિમણૂક RSSમાંથી નોમિનેશન દ્વારા કરવામાં આવશે. આ દેશ માટે ખતરનાક છે. આપણે આને રોકવું પડશે.’ ‘થોડા દિવસો પહેલાં વડાપ્રધાને કુંભ પર ભાષણ આપ્યું હતું. આ વિશે બોલવું સારું છે, પરંતુ તમારે ભવિષ્ય વિશે પણ વાત કરવી જોઈએ. તમારે બેરોજગારી વિશે વાત કરવી જોઈએ, દેશના યુવાનોમાં જે બેરોજગારી વધી રહી છે એના વિશે તમારે વાત કરવી જોઈએ.’
રાહુલે કહ્યું, ‘દેશના દરેક ખૂણામાં, દરેક ગલીમાં, દરેક યુનિવર્સિટીમાં આ રીતે વિરોધ કરો. તમે અમને જ્યાં લઈ જવા માગો છો ત્યાં હું તમારી સાથે જઈશ. તમે વિદ્યાર્થીઓ છો. અહીં અલગ અલગ પક્ષો છે, વિચારધારામાં થોડો તફાવત હોઈ શકે છે, પરંતુ અમે ભારતની શિક્ષણ પ્રણાલી સાથે ક્યારેય સમાધાન કરીશું નહીં. અમે સાથે મળીને આગળ વધીશું અને RSS અને BJPને હરાવીશું.’

Tags: delhijantar mantarRahul Gandhistudent protest
Previous Post

બરેલીમાં ગેસ ડેપોમાં આગ : 3 મિનિટમાં 400 સિલિન્ડર બ્લાસ્ટ

Next Post

ન્યુઝીલેન્ડમાં ભૂંકપ : 7ની તીવ્રતાથી ધરા ધણધણી ઉઠી

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન સૈન્ય મથકો ઉપર ઇરાનના શ્રેણીબદ્ધ હુમલા

March 14, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને બતાવી તેની ખતરનાક મિસાઈલ શહેરની તસવીરો

March 14, 2026
નેપાળમાં જેલ તોડી ભાગેલા કેદીઓ પર સૈન્યનો ગોળીબાર, 2ના મોત
તાજા સમાચાર

હરિયાણાના અંબાલામાં બે કિલો આરડીએક્સ સાથે ત્રણ શખ્સની ધરપકડ

March 14, 2026
Next Post
ન્યુઝીલેન્ડમાં ભૂંકપ : 7ની તીવ્રતાથી ધરા ધણધણી ઉઠી

ન્યુઝીલેન્ડમાં ભૂંકપ : 7ની તીવ્રતાથી ધરા ધણધણી ઉઠી

ગ્રીનલેન્ડ કબજે કરવાની ટ્રમ્પની ધમકીથી PM અગાડે ગુસ્સે

ગ્રીનલેન્ડ કબજે કરવાની ટ્રમ્પની ધમકીથી PM અગાડે ગુસ્સે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.