છેલ્લા 13 દિવસથી આરોગ્ય કર્મચારીઓની હડતાળ ચાલી રહી છે.મોડી રાત્રે એક વાત વહેતી થઇ હતી કે આરોગ્ય કર્મચારીઓએ પોતાની હડતાળ સમેટી લીધી છે. જેના કારણે અમસમંજસની સ્થિતિ પેદા થઇ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજને ખોટા ગણાવવામાં આવ્યા હતા. આરોગ્ય કર્મચારીની હડતાળમાં બે ફાટા પડી ચુક્યા છે. ખેડા સહિત કેટલાક જિલ્લામાં કર્મચારીઓ કામ પર પરત ફર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. બીજી તરફ આરોગ્ય મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ હડતાળ યથાવત હોવાનું જણાવ્યું હતું. જોકે, આજે સત્યાગ્રહ છાવણીએ કેટલા કર્મચારીઓ એકઠા થાય એ જોવું રહ્યું..
આરોગ્ય કર્મચારીઓએ 17 માર્ચથી અચોક્કસ મુદત માટે હડતાળ પાડી છે. ગઇકાલે રોજ સરકારે બપોરે 12 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે બાદ પણ કર્મચારીઓએ હડતાળ ચાલુ રાખી હતી. મોડી સાંજે આરોગ્યકર્મીઓના વોસ્ટએપ ગ્રુપમાં એક મેસેજ વાયરલ થયો હતો જેમાં જણાવાયું હતું કે, પાંચ જિલ્લાના પ્રમુખો સાથે આરોગ્ય મંત્રીએ બેઠક કરી હતી. જે બાદ 17 જિલ્લાઓ સમાધાન કરી ફરજ પર હાજર થવા તૈયાર થયા છે. તો બીજી તરફ હડતાળ યથાવત્ રાખવાનો પણ લેટર વાયરલ થયો હતો. મહત્વનું છે કે, 12 દિવસની આ હડતાળ દરમિયાન 2200થી વધુ કર્માચીઓને નોકરીમાંથી છુટા કરાયા છે.
ગઇકાલે આરોગ્યકર્મીઓના વોટ્સએપગુપમાં એક મેસેજ વાયરલ થયો હતો જેમાં જણાવાયું હતું કે, આજરોજ કુલ 23 જિલ્લાના પ્રમુખોની સંમતિથી પાંચ લોકોની ટીમે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની મુલાકાત લીધી હતી. તેઓ દ્વારા (1)ખાતાકીય પરીક્ષા આરોગ્યમાં જ તથા આરોગ્ય વિષયક પ્રશ્નોની( 2) ત્રિપલ થ્રી હિન્દી મુક્તિ વગરના કર્મચારીને છુટા કરેલ છે તેઓને પરત હાજર લેવા (3) હડતાલ દરમિયાન કરેલ કર્મચારીના સેવાતૂટ કે કારણદર્શક નોટિસ કે આરોપનામાં જેવા તમામ આરોપો માટે મુક્તિ આપવી (4)હડતાલ દરમિયાનના દિવસોને હક રજામાં કન્વર્ટ કરવા, આ ચાર માંગણીઓ સ્વીકાર કરેલ છે.