ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ફૂંકાતા ઉત્તરના ઠંડા પવનના કારણે શનિવારે ઠંડીમાં 4 ડિગ્રીનો વધારો થયો હતો. 18 શહેરોમાં તાપમાન 16.2 થી 20.8 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મહારાષ્ટ્ર ઉપર એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેના કારણે 31 માર્ચથી 3 એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણ પલટો આવશે. આ દરમિયાન પ્રતિ કલાકે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
31 માર્ચ : તાપી અને નર્મદા, 1 એપ્રિલ : અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ, 2 એપ્રિલ : સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ,3 એપ્રિલ : તાપી અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા છે.