જામનગરથી દ્વારકા સુધીની પદયાત્રાએ નિકળેલા અનંત અંબાણી પુરી આસ્થા અને ભક્તિ સાથે દ્વારકાધીશના દર્શન કરવા આગળ વધી રહ્યા છે. શુક્રવારે રાત્રે તેમની સાથે પદયાત્રામાં અનેક લોકો જાેડાયા હતા. તેઓ જ્યાંથી પસાર થાય છે ત્યાં લોકોનો પ્રેમ અને આદર મળી રહ્યો છે. અનંત અંબાણી શનિવારે રાત્રે પદયાત્રા યોજી વહેલી સવારે દ્વારકા પહોચશે. અહીં તેમનું ભવ્ય સામૈયું કરાશે અને રામ નવમીના આ દિવસે તેમનો જન્મદિવસ હોય દિવસભર દ્વારકામાં ભવ્ય અને ધર્મમય કાર્યક્રમોનું આયોજન થયું છે.
રવિવારે વહેલી સવારે અનંત અંબાણી દ્વારકા પહોચશે ત્યારે તેમનું સ્વાગત સામૈયું કરવા નિતા અંબાણી, રાધિકા અંબાણી તથા અન્ય અગ્રણીઓ અને સેલીબ્રિટી ઉપસ્થિત રહેશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મુકેશ અંબાણી પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. સવારે મંગળા આરતીના દર્શન અંબાણી પરિવાર કરશે રામનવમીના આ દિવસે અનંત અંબાણીનો જન્મદિવસ પણ આવતો હોય દ્વારકાના દસ હજાર પરીવાર એટકે પચાસ હજારથી વધુ લોકોને પ્રસાદ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દ્વારકાધીશના દર્શન માટે આવનાર તમામ માટે પ્રસાદ અંબાણી પરીવાર દ્વારા આપવામાં આવશે.
દ્વારકામાં આ ઉત્સવને કારણે ઉત્સાહ છે. દ્વારકાધીશના જગતમંદિરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું છે. આજે શનિવારે સાંજથી જ અગ્રણીઓ અને અંબાણી પરિવારના આમંત્રીતો દ્વારકા પહોચવા લાગશે.