Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઈઝરાયેલી સેનાના ગોળીબારીમાં 15 ડોક્ટરોના મોત

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સએ કહ્યું ભૂલથી થઈ ગયો હતો હુમલો

dharmendravaghela by dharmendravaghela
2025-04-07 12:10:59
in તાજા સમાચાર, શો ટાઈમ ન્યૂઝ
Share on FacebookShare on Twitter

ઈઝરાયેલની સેનાએ હાલમાં જ પોતાની ભૂલ સ્વીકારી છે, જેમાં ગાઝામાં 15 ઈમરજન્સી વર્કર્સ (ડોક્ટરો) માર્યા ગયા હતા. અગાઉ ઈઝરાયેલે દાવો કર્યો હતો કે આ હુમલો “શંકાસ્પદ” કાફલા પર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે ઈઝરાયેલની સેનાએ સ્વીકાર્યું છે કે તેમનું પ્રારંભિક નિવેદન ખોટું હતું. આ ઘટનાના વીડિયો ફૂટેજ સામે આવ્યા બાદ ઈઝરાયલે પોતાની ભૂલ સ્વીકારવી પડી હતી.
ઇઝરાયેલી દળોએ દક્ષિણ ગાઝાના રફાહ વિસ્તારમાં હુમલો કર્યો, જેમાં રેડ ક્રેસન્ટના આઠ કર્મચારીઓ, છ નાગરિક સંરક્ષણ કર્મચારીઓ અને સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના એક કર્મચારીના મોત થયા. આ કાફલામાં એમ્બ્યુલન્સ, સિવિલ ડિફેન્સ વ્હીકલ અને યુએનની કાર સામેલ હતી. ઈઝરાયેલની સેનાએ પહેલા કહ્યું હતું કે કાફલો હેડલાઈટ અને ઈમરજન્સી સિગ્નલ વગર આવી રહ્યો હતો, જેના કારણે તેને શંકાસ્પદ માનવામાં આવ્યો અને ગોળીબાર કરવામાં આવ્યો હતો.
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ હવે સ્વીકાર્યું છે કે કાફલામાં લાઇટ ચાલુ હતી અને અગાઉના અહેવાલો ખોટી માહિતી પર આધારિત હતા. તેણે એ પણ સ્વીકાર્યું કે પેરામેડિક્સ પાસે શસ્ત્રો નથી, પરંતુ સેનાએ કહ્યું કે કેટલાક પેરામેડિક્સ (ડોક્ટરો) હમાસ સાથે સંબંધ ધરાવતા હતા. ઇઝરાયલી અધિકારીઓના જણાવ્યા અનુસાર, સૈનિકોએ પેરામેડિક્સને ભૂલથી આતંકવાદીઓ સમજીને આ હુમલો કર્યો હતો. કારણકે ા કાફલે એ વાહન નજીક ઉભો હતો કે જે અગાઉ હમાસ દ્વારા ઉપયોગ લેવામાં આવ્યો હતો. પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આ ઘટનાની સ્વતંત્ર તપાસની હાકલ કરી છે. પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટ સોસાયટી (PRCS) ના પ્રમુખ યોનાસ અલ-ખાતિબે સંયુક્ત રાષ્ટ્રમાં જણાવ્યું હતું કે, “અમે સૈન્ય દ્વારા કોઈપણ તપાસ પર વિશ્વાસ કરતા નથી.”

Tags: 15 doctors diedisrael firing
Previous Post

દારૂના નશામાં ચૂર ડિરેક્ટરે ભીડ પર ચલાવી કાર, એકનું મોત, 6 ઘાયલ

Next Post

ભાવનગરમાં સતનામ ચોકથી હરિઓમનગર સુધીના ગેરકાયદે દબાણો હટાવાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

શો ટાઈમ ન્યૂઝ

કલ્પવૃક્ષ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓપન ભાવનગર સ્વીમીંગ કોમ્પિટિશન યોજાઈ

June 30, 2025
ભાવનગરમાં મહોરમ પર્વને અનુલક્ષીને કલાત્મક તાજીયાઓ બનાવવાની કામગીરી
શો ટાઈમ ન્યૂઝ

ભાવનગરમાં મહોરમ પર્વને અનુલક્ષીને કલાત્મક તાજીયાઓ બનાવવાની કામગીરી

June 30, 2025
ભાવનગરમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત ચાર દિવસીય એસેસમેન્ટ કેમ્પનો પ્રારંભ
શો ટાઈમ ન્યૂઝ

ભાવનગરમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત ચાર દિવસીય એસેસમેન્ટ કેમ્પનો પ્રારંભ

June 30, 2025
Next Post
ભાવનગરમાં સતનામ ચોકથી હરિઓમનગર સુધીના ગેરકાયદે દબાણો હટાવાયા

ભાવનગરમાં સતનામ ચોકથી હરિઓમનગર સુધીના ગેરકાયદે દબાણો હટાવાયા

ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલ ગેરેજમાં મોડી રાત્રીના આગનો બનાવ

ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલ ગેરેજમાં મોડી રાત્રીના આગનો બનાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.