અમેરિકાની પ્રત્યાર્પણ માર્ગ ભારત લાવવામાં આવેલા 26/11 મુંબઈ હુમલાના એક માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણાએ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીની પ્રાથમીક પુછપરછમાં જ વટાણા વેરવાનું શરૂ કરી દીધુ છે.આ હુમલામાં સંડોવાયેલ અમેરિકી ત્રાસવાદી ડેવિડ હેડલીને ભારતના વિસા મેળવવામાં રાણા એ જ મદદ કરી હતી અને તે તથા હેડલી સતત સંપર્કમાં હતા તથા ફોન પર પણ 230 વખત વાતચીત થઈ હોવાનું સ્વીકાર્યુ છે.
ગઈકાલે બપોરે તહવ્વુર રાણાને લઈ આવતુ ખાસ વિમાન દિલ્હી વિમાની મથકે લેન્ડ થયા બાદ રાણાને ભારે સુરક્ષા વચ્ચે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના હેડકવાટર ખાતે લઈ જવાયો હતો તેની દિલ્હીના પાલમ વિમાની મથકે જ વિધિવત ધરપકડ કરીને તબીબી તપાસ થયા બાદ મોડીરાત્રીના ખાસ એનઆઈએ અદાલતમાં તેને રજુ કરીને 18 દિવસના રીમાન્ડ મેળવાયા છે.
કથ્થાઈ કલરના ડ્રેસમાં સફેદ દાઢી સજા પાછળની લેવાયેલી તસ્વીર જારી કરવામાં આવી હતી પણ તેનો ચહેરો હજુ સ્પષ્ટ કરાયો નથી. કાલે રાણાની રાત્રી એનઆઈએના વડામથકની ખાસ સુરક્ષિત કોટડીમાં વિતી હતી અને આજે સવારે 11 વાગ્યાથી એજન્સીની ખાસ ટીમ દ્વારા હવે રાણાની પુછપરછ શરૂ કરવામાં આવી છે. જેમાં અનેક રહસ્યો ખુલશે. રાણાએ સમગ્ર હુમલામાં ડેવિડ હેડલી અને તેની બન્નેની મુખ્ય ભૂમિકા સ્વીકારી છે અને હવે વધુ પુછપરછ શરૂ થશે.
રાણાએ કબુલ્યુ કે તે મને હેડલી શિકાગોમાં મળ્યા હતા. ડેવિડ હેડલી પાક સ્થિત ત્રાસવાદી સંગઠન લશ્કરે તોયબા માટે કામ કરતો હતો અને તેણે 26/11ના હુમલા માટે રેસીની જવાબદારી સ્વીકારી હતી. રાણાએ તેના ઈમીગ્રેશન બીઝનેસના મારફત હેડલીના વિસા શકય બનાવ્યા હતા. તેઓએ મુંબઈમાં તેમની ટ્રાવેલ ઈમીગ્રેશન સલાહકારની ઓફિસ શરુ કરવા હેડલી ભારત આવવા માંગતો હોવાનું જણાવીને વિસા મેળવ્યા હતા. હેડલી હાલ અમેરિકી જેલમાં છે અને રાણાની કબુલાતના આધારે તેના પ્રત્યાર્પણની પણ માંગણી થઈ શકે છે. હાલ એનઆઈએના ડી.જી. સમગ્ર પુછપરછનું મોનેટરીંગ કરી રહ્યા છે. કુલ 15 અધિકારીઓની ટીમ રાણાની પુછપરછ કરશે.
			
                                
                                



