Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સેન્સેકસમાં 1400 પોઈન્ટનો ઉછાળો

ઓટો - મેટલ - બેંક - આઈટી સહિતના ક્ષેત્રોમાં ચમક

dharmendravaghela by dharmendravaghela
2025-04-11 12:46:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય શેરબજાર ગઈકાલે બંધ હતું એટલે આજે 1400 પોઈન્ટથી વધુની તેજી થઈ હતી. ભારતીય શેરબજારમાં આજે ગુડ ફ્રાઈડેની સ્થિતિ બની હતી. અમેરિકન ટેરિફ વધારામાંથી કામચલાઉ મુકિત મળી હોવાના પ્રભાવ હેઠળ ઓલ રાઉન્ડ લેવાલી નિકળી હતી. હવે ટુંકાગાળા માટે વેપાર ઉદ્યોગ ક્ષેત્રે અનિશ્ચિતતા અટકી જશે અને આ દરમ્યાન અમેરિકા સાથે ટ્રેડ ડીલ થઈ જવાનો, તથા પરિસ્થિતિ નોર્મલ થઈ જવાનો આશાવાદ વ્યકત થવા લાગ્યો હતો.
ભારતીય શેરબજારમાં મોટાભાગનાં શેરોમાં સુધારો હતો.ટેક મહિન્દ્ર, ટાઈટન, અદાણી પોર્ટ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચસીએલ ટેકનો, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, કોટક બેંક, લાર્સન, મહિન્દ્ર, મારૂતી, એનટીપીસી, પાવરગ્રીડ, રીલાયન્સ સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, સ્ટેટ બેંક, અદાણી એન્ટરપ્રાઈઝ, એપોલો હોસ્પીટલ, ટીસીએસ જેવા શેરોમાં ઘટાડો હતો.મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 1348 પોઈન્ટના ઉછાળાથી 75195 સાંપડયો હતો.તે ઉંચામાં 75319 તથા નીચામાં 74762 હતો.નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 438 પોઈન્ટના ઉછાળાથી 22837 હતો તે ઉંચામાં 22874 તથા નીચામાં 22695 હતો.
લોકલ ફંડોની જંગી ખરીદી દેશમાં આગામી ચોમાસું નોર્મલ રહેવાની આગોતરી આગાહી સહિતના પરિબળો તેજીને ટેકારૂપ બન્યા હતા. જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે ટેરિફની ચિંતા દુર થઈ છે. છતા અમેરીકા-ચીનનાં ટ્રેડવોરની કેવી અસર થાય છે તેના પર નજર રહેશે.આ સિવાય વિવિધ ભૌગોલીક ટેન્શન-યુદ્ધની ચિંતા પણ ઉભી જ છે. ભલે કોઈ ગભરાટનો માહોલ ન રહેવા છતાં સાવચેતીનું માનસ યથાવત રહેવાનું માનવામાં આવી રહ્યુ છે.
બીજી તરફ ટેરિફ ઘટનાક્રમ વચ્ચે ગઈકાલે ઉછળેલા દુનિયાભરનાં શેરબજારોમાં આજે હવા નિકળવા લાગી છે. અમેરિકી વોલસ્ટ્રીટમાં ડાઉજોન્સ 1500 પોઈન્ટ, નાસ્ડેક 737 પોઈન્ટ તથા એસએન્ડપી 188 પોઈન્ટ ગગડયા બાદ આજે જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરીયા જેવા એશીયાઈ શેરબજારોમાં પણ ગાબડા પડયા હતા તે પાછળનું કારણ અમેરિકન-મીની ટ્રેડવોરનું ગણવામાં આવ્યુ હતું.

Tags: indiasensex up
Previous Post

UPDATE: તહવ્વુર રાણા 18 દિવસના રિમાન્ડ પર : પુરી રાત એનઆઈએના લોકઅપમાં વિતાવી

Next Post

ભાવનગરના ચાવડીગેટ વિસ્તારમાંથી અસામાજીક તત્વોને ગેરકાયદે મકાનો તોડી પડાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

રશિયન પ્રમુખે યુક્રેન સામેના યુદ્ધમાં બે દિવસ માટે શસ્ત્રવિરામની કરી જાહેરાત

April 10, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

છત્તીસગઢમાં બે કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં બાળક સહિત છ લોકોના મોત

April 10, 2026
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

નૅશનલ હાઇવે પર આજથી કેશલેસ ટોલ સિસ્ટમ અમલી

April 10, 2026
Next Post
ભાવનગરના ચાવડીગેટ વિસ્તારમાંથી અસામાજીક તત્વોને ગેરકાયદે મકાનો તોડી પડાયા

ભાવનગરના ચાવડીગેટ વિસ્તારમાંથી અસામાજીક તત્વોને ગેરકાયદે મકાનો તોડી પડાયા

Кракен: актуальные ссылки, зеркала и обзор кракен маркет 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.