કેરળના કન્નુરમાં પોક્સો કોર્ટે એક મદરેસા શિક્ષકને187 વર્ષની કેદની સજા સંભળાવી છે. મદરેસામાં શિક્ષણ આપતા મૌલવી પર 13 વર્ષની સગીર બાળકીનું જાતીય શોષણ કરવાનો આરોપ હતો. કોવિડ લોકડાઉન દરમિયાન 41 વર્ષીય આરોપી મોહમ્મદ રફીએ વિદ્યાર્થિની પર અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ પહેલાં 2018 માં પણ તેના પર સગીરા પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો, અને તે તે કેસમાં પહેલેથી જ સજા ભોગવી રહ્યો છે.
વકીલે જણાવ્યું હતું કે 13 વર્ષની છોકરી મદરેસામાં ભણવા જતી હતી. થોડા દિવસોથી તેનું વર્તન બદલાતું રહ્યું. તેના માતાપિતા ચિંતા કરવા લાગ્યા. છોકરી પોતાના અભ્યાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકતી ન હતી. જ્યારે માતા-પિતા તેને કાઉન્સેલર પાસે લઈ ગયા, ત્યારે છોકરીએ બધું સત્ય કહી દીધું. તેણે જણાવ્યું કે મદરેસાના મૌલવી તેનું જાતીય શોષણ કરતા હતા. વારંવાર ગુનાઓને કારણે, પોક્સો કોર્ટે આરોપી શિક્ષકને આટલી લાંબી સજા ફટકારી છે. તેને પોક્સો એક્ટની કલમ 5(T) હેઠળ 5 લાખ રૂપિયાનો દંડ અને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત, કલમ 5 (F) હેઠળ વિશ્વાસ ભંગની સજા 35 વર્ષની જેલ અને 1 લાખ રૂપિયાનો દંડ છે. વારંવાર જાતીય શોષણકરવા બદલ તેને 35 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.આ ઉપરાંત, ઓરલ સેક્સજેવા આરોપો માટે 20-20 વર્ષની સજા અને 50-50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. IPC ની કલમ 376 (3) હેઠળ, સગીર પર બળાત્કારનો આરોપ 1 લાખ રૂપિયાનો દંડ અને 25 વર્ષની જેલની સજાને પાત્ર છે. તેને ગુનાહિત ધમકીઓ આપવા બદલ પણ સજા ફટકારવામાં આવી હતી. આમાં ઘણી સજાઓ એકસાથે થશે. આવા કિસ્સામાં, રફીને વધુમાં વધુ 50 વર્ષની જેલની સજા ભોગવવી પડી શકે છે. આરોપ છે કે મૌલવી વિદ્યાર્થિનીને ડરાવીને બળજબરીથી બીજા રૂમમાં લઈ જતો હતો અને તેના પર બળાત્કાર કરતો હતો. આરોપી પરિણીત હતો પરંતુ તેની પત્નીએ પણ તેના વર્તનથી કંટાળીને તેને છૂટાછેડા આપી દીધા હતા.