વક્ફ એક્ટના વિરોધના નામે ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવી રહી છે. જેમાં વક્ફ એક્ટના નામે કોલકાતામાં વિરોધ પ્રદર્શન દરમિયાન ખુલ્લેઆમ ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું છે. જેમાં પોતાને ઈસ્લામિક વિદ્વાન ગણાવનારા મુફ્તી નદવીનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં વડાપ્રધાન મોદીથી નફરત અને બલિદાન આપવાની વાત કરીને ગરીબ મુસ્લિમ યુવાનોને ઉશ્કેરવામાં આવી રહ્યાં છે.
ભાષણમાં મુસ્લિમોને દેશમાંથી કાઢવા અને ઈસ્લામ ભારતમાંથી ખતમ થઈ જશે એવો ડર દેખાડીને પોતાના રોટલા શેકતા આવા તત્વો સામે કાર્યવાહી થવી જોઈએ તેવી લોકોની માગ ઉઠી રહી છે. કોલકાતામાં પ્રદર્શન દરમિયાન સરાજાહેર બગાવતી ભાષણ આપતા મુસ્લિમ લોકોમાં પણ રોષ ફાટી નિકળ્યો છે. કફન લઈને નીકળવાની વાત શું સૂચવી રહી છે? ગરીબ મુસ્લિમોને ભડકાવનારા અત્યાર સુધી ક્યાં હતા? ગરીબ મુસ્લિમો માટે હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ કેમ ન બનાવી? વક્ફના નામે જમીનો પચાવનારાને શું પેટમાં દુ:ખે છે? વક્ફ એક્ટના સુધારાને અન્ય રીતે રજૂ કરી ભડકાવવાનું ષડયંત્ર છે. એક્ટમાં ક્યાંય નથી લખ્યું કે મુસ્લિમોને દેશમાંથી કાઢવાના છે એક્ટમાં ક્યાંય નથી લખ્યું કે ઈસ્લામ ખતમ થઈ જશે તેવા લોકોના મનમાં પ્રશ્ન ઉભા થઇ રહ્યાં છે.